વાવાઝોડાથી અમરેલી જિલ્લાના 65 હજાર જેટલા મકાનોને નુકશાન થયું

અમરેલી,
અમરેલી જિલ્લામાં વાવાઝોડાને કારણે રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ધારી તાલુકાના દરેક ગામડાઓમાં ભયંકર તારાજી સર્જાઇ છે સરકારી સતાવાર આંકડા પ્રમાણે વાવાઝોડાથી અમરેલી જિલ્લાના 65 હજાર જેટલા મકાનોને નુકશાન થયુ છે.તથા 10 હજાર હેક્ટર જમીનમાં ખેતી પાક ઉલળી ગયો છે અને 9 હજાર હેક્ટરમાં બગીચાઓ ખેદાન મેદાન થઇ ગયા છે.