વાવાઝોડાના ઓથાર પછી અમરેલી જિલ્લામાં થાળે પડતુ જનજીવન

અમરેલી,
કચ્છને કાચા-પાકા મકાનોનું નુકસાન થયું છે પણ ખડેપગે રહેલા સરકારી તંત્રની જાગૃતતાને કારણે જાનહાની નથી થઇ તો બીજી તરફ અમરેલી જિલ્લામાં કોઇ મોટી નુકસાની નથી થઇ અને ચાર દિવસ સુધી સતત વાવાઝોડાના ઓથાર પછી અમરેલી જિલ્લામાં જનજીવન થાળે પડી ગયું છે સર્વત્ર દુકાન, ધંધાઓ પુર્વવત શરૂ થઇ ગયા છે અને આજથી શાળાઓ પણ શરૂ થઇ જશે તથા વાહનવ્યવહાર શરૂ થઇ ગયો છે અમરેલી જિલ્લામાં સરકારી તંત્ર અને લોકોએ પણ અભુતપુર્વ તકેદારી રાખી હતી.