વાવાઝોડાના પગલે અમરેલીમાં આર્મી તૈનાત

અમરેલી,
આજે બિપરજોય વાવાઝોડું કચ્છ અને પાકીસ્તાન વચ્ચેથી જમીન ઉપર આવશે જોકે તેના કારણે અમરેલીમાં કોઇ મોટી ચીંતા નથી છતા પણ આસપાસના ભાવનગર, જુનાગઢ, વેરાવળ, રાજકોટ વિસ્તાર માટે અમરેલી મધ્યબીંદુમાં હોવાને કારણે વાવાઝોડાના પગલે અમરેલીમાં આર્મીની એક કોલમ તૈનાત કરાઇ છે જેના કારણે જયાં જરુર પડે ત્યા આર્મીને મોકલાશે તેમ અમરેલીના કલેકટર શ્રી અજય દહિયા એ અવધ ટાઇમ્સ સાથેેની વાતમાં જણાવેલ હતુ.અમરેલીમાં પાલિકા કચેરી ખાતે આર્મીના કેમ્પની મુલાકાત અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ લીધી હતી. વાવાઝોડું બિપરજોય આજે 15મીએ રાત્રે લેન્ડ ફોલ થશે અને કચ્છના લખપત અને પાકીસ્તાન વચ્ચે જમીન ઉપર આવ્યા બાદ લો પ્રેસરમાં ફેરવાઇ જશે તેને કારણે ભારે વરસાદની સંભાવના હોય ગુજરાતમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સતત ખડેપગે છે.