વાસદમાં ફોઇના ઘરે આવેલી ૧૩ વર્ષિય સગીરાનું અપહરણ

આણંદ તાલુકાના વાસદ ગામે ફોઈના ઘરે રહેવા આવેલી ૧૩ વર્ષીય સગીરા અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અટાલી ગામે લક્ષ્મીબેન ગણપતભાઈ પરમાર નામની વિધવા રહે છે. તેમની ૧૩ વર્ષીય દૃીકરી નિશાને નજીકમાં રહેતા કિશન અર્જુન રાઠોડ સાથે મિત્રતા હોવાનું જાણતા જ લક્ષ્મીબેન તરત જ તેને લઈને વાસદ ગામે રહેતા પોતાના નણંદ લક્ષ્મીબેન નિખિલભાઇ પટેલના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને મૂકી હતી. દરમિયાન, ૧૧ નવેમ્બરના રોજ ફોઈના ઘરે રહેતી નિશા કુદરતી હાજતે જવાના બહાને બહાર ગઈ હતી. અને બપોર સુધી તે ઘરે પાછી ફરી નહોતી. જેને પગલે લક્ષ્મીબેને આ અંગેની જાણ તેની માતાના કરતાં જ તેઓએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેને કારણે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.