વાસ્તુદોષ હોય ત્યાં શુભ ઓરા ધરાવતી વ્યક્તિના આગમનથી લાભ થાય

તા.૨૪.૧૨.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ પોષ સુદ એકમ, પૂર્વાષાઢા  નક્ષત્ર, વૃદ્ધિ યોગ, બાલવ   કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ)  રહેશે .

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) :  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ ખપ્પર યોગ અનેક ક્ષેત્રમાં તેનું વિકરાળ સ્વરૂપ દર્શાવતો જાય છે અને કોરોના અનેક દેશમાં તેના પગ ફેલાવતો જાય છે તો બીજી તરફ ભારતીય સેનાને સિક્કિમમાં અકસ્માત નડ્યો છે અને અનેક બહાદુર જવાનોને આપણે ગુમાવવા પડ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર સૂર્ય બુધ અને શુક્ર ચાર ગ્રહોની યુતિ ધન રાશિમાં બની રહી છે. ધન રાશિમાં એક સાથે ચાર ગ્રહો ઘટના ની તીવ્રતા વધારી રહ્યા છે તો અગાઉ લખ્યા મુજબ મૂળના સૂર્ય મહારાજ જુના કિસ્સાઓ માં ઊંડા ઉતરી રહ્યા છે. વાસ્તુશાસ્ત્ર વિષે વાત કરીએ તો જયારે કોઈ પણ જગ્યા એ નાના મોટા વાસ્તુદોષ હોય ત્યારે તે જગ્યા પર શુભ ઓરા ધરાવતી વ્યક્તિના આગમનથી, પવિત્ર વ્યક્તિના આગમનથી લાભ થતો જોવા મળે છે ખાસ કરીને ગુરુ પ્રધાન વ્યક્તિ જે તે જગ્યાએ બિરાજે અને આશિષ આપે તો એ જગ્યાના પ્રભાવમાં ફેર પડતો જોવા મળે છે અને માટે જ શાસ્ત્રોમાં ક્યુ છે કે ગુરુ કે ગુરુ સમાન વ્યક્તિને આદર આપી ઘરે પધારવા આમંત્રણ આપવું જોઈએ તથા યથાયોગ્ય સ્વાગત અને સન્માન કરવું જોઈએ જેથી ગુરુ ગ્રહ બળવાન થાય છે અને જગ્યાના પ્રભાવમાં હકારાત્મક ફેરફાર આવતા જોવા મળે છે.