વાહનો અને ઢોરને ચોરનાર ગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી,

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનર્ડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ એ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુનન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી વાહન ચોરીઓ તથા ઘેંટા બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્યોને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી ડેડકડી ગામ જવાના રસ્તેથી (1) અક્ષય કાજાભાઇ ઉર્ફે જહમતભાઇ વાઘેલા, ઉ.વ.25, રહે.સનાળા, તા.વડીયા, જિ.અમરેલી., (2) રામકુ કાજાભાઇ ઉર્ફે જહમતભાઇ વાઘેલા, ઉ.વ.22, રહે.સનાળા, તા.વડીયા, જિ.અમરેલી., (3) સુનીલ કાજાભાઇ ઉર્ફે કાદુભાઇ ચારોલીયા, ઉ.વ.23, રહે.લાઠી, દુધાળા ગામ જવાના રસ્તે, તા.લાઠી જિ.અમરેલી, (4) ધીરૂભાઇ કેશુભાઇ વાઘેલા, ઉ.વ.50, રહે.ચુંપણી, પાવર હાઉસ સામે, તા.હળવદ જિ.મોરબીને ઝડપી લઇ વાહન, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લાઓમાં થયેલ 24 ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. આરોપીઓ પાસેથી (1) એક સીલ્વર કલરનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નંબર 0] 03 81.1033 ની કિ.રૂ.30,000/-, (2) એક 00000 કંપનીનો /54 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.5000/-, (3) એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં 01 11 152487 કિ.રૂ.26,000/-, (4) એક વીવો કંપનીનો વાય-15 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ. 9200/-, (પ) એક સીલ્વર કલરનો 0100 કંપનીનો 155 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.5000/-, (6) એક મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીની 801.81ર0 ી/6% 2116-10? 8110 એ11″/ 3000 વાહન નંબર પ્લેટ, વગરની જેની કિ.રૂ 5,00,000/-, (7) રોકડા રૂ.3,000/- મળી ફુલ કિં.રૂ.5,78,2 0 0/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી અમરલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ, તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા, તથાઅમરેલી એલ.સી.બી.નાએ.એસ.આઇઈઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ .