વિકટર ચાંચ ખેરામાં યાયાવર પક્ષીઓનું આગમન

સાવરકુંડલા,
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે દર શિયાળામાં મોટી સંખ્યામાં છેક રશીયાથી ઉડાન ભરીને આવતા પ્રવાસી પક્ષીનું આગમન થાય છે . ચાલુ સાલે શિયાળાની શરૂઆતમાં જ પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે . દરિયાકાંઠાના વિકટર , ચાંચ , ખેરા , પટવામાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવી ચુકયા છે . આવનારા સમયમાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓના ઝુંડ ઉતરી આવશે . ઓણસાલ અમરેલી જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ માટે ખુબ જ સાનુકુળ માહોલ છે . ચાલુ સાલે ભરપુર વરસાદને પગલે અમરેલી જિલ્લાના તમામ જળાશયો છલોછલ થયા છે . ગામડાઓમાં હવે નાના મોટા તળાવો પણ પાણીથી લથબથ પડયા છે . જેને પગલે આ પ્રવાસી પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહેશે . આમ પણ રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે આ યાયાવર પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે . અહી માણસોની અવરજવર ઓછી રહેતી હોય આ પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહે છે . ઓણસાલ અહી શિયાળાના આરંભથી જ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ચુકી છે . ફલેમીંગો , પેલીકન જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે . સાઇબીરીયાથી લાંબી ઉડાન ભરી આ પક્ષીઓ જિલ્લાના જુદાજુદા જળાશયો પર ઉતરી રહ્યાં છે નું સ્થાનિક વિક્ટર ના અજય ભાઈ શિયાળે જણાવ્યું હતું .