વિકેટકિપર ઋષભ પંત નવું ઘર ખરીદવામાં વ્યસ્ત…!!

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ચર્ચામાં છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની જીતના હીરો સાબિત થયેલા પંતના પરિવારની ઇચ્છા છે કે તે નવો ઘર ખરીદે. જ્યારે પંત નવા ઘરની શોધમાં લાગી રહૃાો છે. તેણે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી.
૨૩ વર્ષીય ભારતીય ક્રિકેટર ઋષભ પંત મૂળ ઉત્તરાખંડનો છે અને હવે તે દિલ્હીની આસપાસ ઘર શોધી રહૃાો છે. ઋષભ પંતે ટ્વિટર પર આ અંગે પ્રશંસકોના સજેશન્સ માગ્યા છે. તેણે ફેન્સને વિકલ્પ અંગે જણાવવા કહૃાું છે.
ગુરુવારે પંતે ટ્વિટ કરતાં લખ્યું કે, જ્યારથી ઓસ્ટ્રેલિયાથી આવ્યો છું ઘરવાળા પાછળ પડ્યાં છે કે નવો ઘર લઇ લે. ગુડગાંવ યોગ્ય રહેશે? કોઇ વિકલ્પ હોય તો જણાવો. આ અંગે પંતના ફેન્સે તેને દિલ્હી, જોધપુર, હૈદરાબાદ, રાંચી સહિતના વિકલ્પ જણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પંતે બ્રિસ્બેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટ મેચની બીજી પારીમાં અણનમ ૮૯ રન કર્યા હતા. પંતની પારીને કારણે ભારત છેલ્લી ટેસ્ટમાં જીત મેળવી સીરિઝ પર ૨-૧થી કબ્જો જમાવી શકી હતી.