વિક્ટર પાંચ પીપળી થી મહુવા નેશનલ હાઈવે 12 કિલોમીટર રોડ ભયંકર બિસ્માર હાલતમા 

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા પંથક ને જોડતો વિક્ટર મહુવા સુધીનો 12 કિલોમીટર રોડ ભયંકર બિસ્માર હાલતમા આ અંગે સાંચબંદર ના સરપંચ શ્રી કાનજીભાઈ એ નેશનલ હાઇવેના અધિકારીઓને એવી રજૂઆત કરી છે કે સાંચબંદર થી ખેરા પટવા સમઢીયાળા ના લોકો ને મહુવા મા પ્રસુતિના કેસ લઈને જવુ હોય છતા મોંઘા ભાડા દેવા છતા કોઈ પણ વાહનચાલક  જીપ ટેમ્પો રીક્ષા ભાડે આવતુ નથી  પરિણામે દર્દીઓ ભયંકર પીડાય રહ્યા છે આરોગ્યતંત્રની એમ્બ્યુલસ 108 પણ આવી શકતી નથી તેઓ ભયંકર તૂટેલો અને પાણી ભરેલો રસ્તો છે રસ્તા મા જતા ફૂટ ફૂટના ખાડા ના કારણે દર્દીઓ મોતને ઘાટ ઉતરે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે ત્રણ ત્રણ વર્ષ આ નેશનલ હાઈવેના અધિકારીઓના રીપેરીંગ કરવા માટે પેટનુ પાણી હલતુ નથી તેમજ નેશનલ હાઇવેનુ કામ પૂરું કરવામા આવતુ નથી આ રોડ ના કોન્ટ્રાક્ટર ઉપર શા માટે પગલા લેવાતા નથી શા માટે બીજી એજન્સીને કામ આપવામા આવતુ નથી આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ના કારણે વાહનચાલકો દર્દીઓ અને મુસાફરો હેરાન પરેશાન થાય છે અને તેના  કારણે રાહદારીઓ પણ વધુ બીમાર પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હોવાનો આક્ષેપ સરપંચ કાનજીભાઈ ચૌહાણ કરી આરોગ્ય મંત્રી ને નેશનલ હાઇવેના અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરી તાત્કાલિક ધોરણે રસ્તો રીપેરીંગ કરાવવા મહુવા થી વિકટર સુધીનો નેશનલ હાઈવે રીપેરીંગ કરવા માંગણી કરી છે