વિખ્યાત કોમેડીયન શ્રી રાજુ શ્રીવાસ્તવની એક્ઝીટ

અમરેલી,
ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તે 58 વર્ષના હતા. હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.10 ઓગસ્ટના રોજ એઈમ્સમાં ભરતી થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા.
કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું હતુ.