વિચિત્ર લાગે છે જ્યારે આધેડ ઉંમરનો અભિનેતા ટીનેજર એક્ટ્રેસ સાથે રોમાન્સ કરે છે: દિયા મિર્ઝા

બ્યૂટી ક્વીન રહેલી દિયા મિર્ઝા ઘણી જ ટેલેન્ટેડ છે અને ખુલીને પોતાના વિચાર રાખે છે. દિયા મિર્ઝાનું કહેવું છે કે હવે બોલીવુડમાં મહિલાઓને કેન્દ્રમાં રાખતા ઘણુ કામ કરવામા આવી રહૃાું છે અને આ માટે તે ઓટીટીને જવાબદાર માને છે. તેનું કહેવું છે કે વૃદ્ધ એક્ટર્સ જાણી જોઇને નાની ઉંમરની છોકરીઓ સાથે કામ કરે છે. દિયાએ એક વાતચીતમાં કહૃાું કે, લાગે છે કે હવે મહિલા પાત્રો પર કહાનીઓ અને તકો ખુલીને સામે આવી રહી છે. પહેલાની સરખામણીમાં હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે.”
તેણે આગળ કહૃાું કે, આપણી પાસે ઘણી મહિલાઓ ડાયરેક્ટર, ડાયરેક્ટર ઑફ ફૉટોગ્રાફી અને એડિટર તરીકે કામ કરી રહી છે. જ્યારે મે કામ કરવાનું શરૂ કર્યું હતુ તેની સરખામણીએ અત્યારે આ સંખ્યા ઘણી વધી ગઈ છે. મને લાગે છે કે આવું ઓટીટી પ્લેટફોર્મ્સના કારણે થયું છે, જ્યાં મહિલાઓના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહૃાું છે અને હું આ માટે આભારી છું.” આજે પણ ઘણા ઉંમરલાયક પુરૂષો ફિલ્મોમાં લીડ રોલ નિભાવે છે, પરંતુ મહિલાઓની સાથે આવું નથી.
આ વિશે વાત કરતા દિયાએ કહૃાું કે, લાગે છે કે ઉંમરલાયક મહિલાઓને પણ લીડ કરવાની તક મળશે, પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ સત્ય છે કે એવી કહાનીઓ ઉંમરલાયક મહિલાઓ અને પાત્રો વિશે નથી લખવામાં આવતી જેટલી પુરૂષો માટે લખવામાં આવી રહી છે. એ જોવું એનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ હોય છે, જ્યારે એક ઉંમરલાયક પુરૂષ ઓછી ઉંમરના પાત્રને નીભાવતો જોવા મળે છે.