વિજપડીમાં ચોરેલ મોટરસાયકલ સાથે ઝડપી લીધો

અમરેલી,
રામજીભાઇ નાગજીભાઇ ચાવડા, ઉં.વ.49, ધંધો.ખેતી, રહે.વિજપડી, ધાર પાછળ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ પોતાની વિજપડી ગામની સીમમાં રાજુલા રોડ ઉપર આવેલ વાડી પાસે પોતાનું બજાજ પ્લેટીના મોટર સાયકલ રજી. નં. ઉ/-14-/8-6158 કિ.રૂ.24,000/- નું રાખેલ હોય, આ વાડી પાસે રાખેલ મોટર સાયકલ ગઇ તા.15/01/2023 ના કલાક 06/15 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ. આ અંગે રામજીભાઇ નાગજીભાઇ ચાવડાએ ફરિયાદ લખાવતાં, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193053230009/2023, ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ.ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે વિજપડી – ઘાંડલા ગામ વચ્ચે આવેલ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે મયુર શંભુભાઇ ઉનાવા, ઉ.વ.30, રહે.વિજપડીને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા બજાજ પ્લેટીના મોટર સાઇકલ, રજી.નંબર 0:-14-68-6158, કિં.રૂ.24,000/- નો મુદ્દામાલ મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.