વિજપડીમા પશુઓની હેરાફેરી કરતા ચાર શખ્સો ઝડપાયા

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વીજપડીમા ઘાસચારા સાથે પાણીની સગવડતા ન રાખી દોરડા વડે કૃરતા પુર્વક બાંધી ખીચીખીચ ભરી બોલેરો લોર્ડીેગ વાહન જી.જે. 04 એ. ટી. 7663 મા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ચાર ભેંસ અને બોલેરો મળી કુલ રૂ/-1,10,000 ના મુદામાલ સાથે હે. કોન્સ. શકિતસિંહ વાઘેલાએ નદીમ અબ્દુલ રજાકભાઈ કલાણીયા , જાવેદ અહમદભાઈ કલાણીયા રહે. મહુવાવાળાને ઝડપી પાડયા હતા. ત્યારે બોલેેરો લોર્ડીગ વાહન જી.જે. 11 વાય. 5758 મા ત્રણ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી પાણી કે ઘાસચારાની સગવડ ન રાખી દોરડા વડે કૃરતા પુર્વક બાંધી નીકળતા પો .કોન્સ. ચિંતનભાઈ મહેતાએ હનીફ ઈસ્માઈલભાઈ અગવાન રહે. મોટા ખુંટવડા તા. મહુવા , ભરત બાઘાભાઈ પરમાર રહે. બોરડકા તા. સાવરકુંડલાવાળાને પશુઓ અને વાહન મળી રૂ/-3.,25,000 ના મુદામાલ સાથે ઝડપી પાડયા .