વિદૃેશ પ્રધાનની મોસ્કોની યાત્રા રદ કરવા સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું સુચન

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર પરિસ્થિત સતત તણાવપૂર્ણ થઈ રહી છે. વાતચીતના પ્રયત્નો છતાં પૂર્વ લદ્દાખના વિસ્તારમાં ચીની સેનાએ ભારતીય ચોકી તરફ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જવાબ આપ્યો હતો. હવે એલએસી પર તણાવની વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહૃાું કે આપણે આસ્થિતિમાં ચીન સાથે વાતચીત કેમ કરી રહૃાા છીએ?
વિદૃેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં પોતાના ચીની સમકક્ષને કેમ મળવું છે? : સુબ્રમણ્યમ સ્વામી
પીએમ નરેન્દ્ર મોદીએ વિદૃેશ મંત્રીને પોતાની યાત્રા રદ્દ કરવા કહેવું જોઈએ : સુબ્રમણ્યમ સ્વામી
સ્વામીએ કહૃાું કે આ આપણા સંકલ્પને ઓછું કરે છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કરી છે કે, ‘વિદૃેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં પોતાના ચીની સમકક્ષને કેમ મળવું છે? ખાસ કરીને રક્ષા મંત્રીઓની મલાકાત બાદ? ૫ મે ૨૦૨૦ બાદ ભારત પાસે ચીન સાથે વિદૃેશી નીતિ પર કોઈ વિવાદ ઉકેલવાની જરુર નથી. એટલા માટે પીએમ નરેન્દ્ર મોદીએ વિદૃેશ મંત્રીને પોતાની યાત્રા રદ્દ કરવા કહેવું જોઈએ. આ આપણા સંકલ્પને ઓછું કરે છે.
ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં એલએસી પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગત રાતે ફાયિંરગ થયું છે. ૧૯૭૫ બાદ પ્રથમવાર સીમા પર ભારત અને ચીન વચ્ચે ફાયિંરગની ઘટના બની છે. એલએસી પર બન્ને દૃેશ વચ્ચે લાંબા સમયથી તાણવ છે. ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયિંરગ કરવામાં આવ્યું હતુ. જે બાદ ભારત તરફથી પણ જવાબી ફાયિંરગ કરવામાં આવ્યું. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.