વિદેશનીતિ કરતા આંતરિક સુરક્ષા મહત્વનો મુદ્દો બને

તા. ૨૧.૫.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ વદ છઠ, શ્રવણ   નક્ષત્ર, શુક્લ  યોગ, વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્ર રાશિ   મકર (ખ,જ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ)           : દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) :  પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ એપ્રિલ માસ પૂર્ણ થવા સાથે બધા ગ્રહોની સ્થિતિ બદલાઈ છે અને હવે ૫ જૂનથી શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે. શનિ મહારાજ ન્યાયના દેવ છે દંડનાયક છે અને જયારે વક્રી બને છે ત્યારે વધુ કડક થઇ નિર્ણય અને ચુકાદાઓ આપતા જોવા મળે છે. આ સમયમાં અદાલતોમાં વિવાદાસ્પદ બાબતો સામે આવતી જોવા મળે. શનિ મહારાજ ૧૨ જુલાઈથી વક્રી ચાલથી ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિ કર્મની રાશિ છે કામકાજની રાશિ છે શનિ ત્યાં વક્રી થઇ પ્રવેશ કરશે અને ૨૨ ઓક્ટોબર સુધી મકરમાં પ્લુટો સાથે યુતિમાં રહેશે આ સમયમાં લેબર કોર્ટ ઘણા નોંધનીય ચુકાદાઓ આપશે અને આ સમયમાં કેરીઅર બાબતના અને કામકાજને લગતા વિવાદોના કેઈસ વધુ આવતા જોવા મળશે. આ ઉપરાંત વિવાદાસ્પદ બાબતો ચર્ચામાં આવતી જોવા મળશે. શનિએ પ્રજાના કારક છે તેથી પ્રજાના અલગ અલગ અવાજો પણ આ સમયમાં બુલંદ થતા જોવા મળે. એકંદરે જૂનથી ઓક્ટોબરનો સમય દેશની આંતરિક બાબતો પર પણ અસર કરતો જોવા મળે. આ સમયમાં વિદેશનીતિ કરતા આંતરિક સુરક્ષા મહત્વનો મુદ્દો બને વળી શનિ રાજનીતિનો સૂચક હોવાથી હાલના સમય થી ઓક્ટોબર સુધીમાં રાજનીતિમાં મોટા ભૂકંપ આવતા જોવા મળે અને સમીકરણો મૂળથી જ બદલાતા જોવા મળે. મીનમાં મંગળ ગુરુ શુક્ર યુતિ બની રહી છે મંગળ એ હથિયાર છે મીનમાં જયારે મંગળ આવે ત્યારે તે જૂની તલવાર મ્યાન કરી નવી તલવાર લાવે છે એ રીતે જોઈએ તો જુના શસ્ત્ર સરંજામની જગ્યા એ નવા શસ્ત્રો આવતા જોવા મળશે.