વિદેશમંત્રી જયશંકર અને અમેરિકી વિદેશમંત્રી વચ્ચે ટેલિફોનિક ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડને ફોન પર વાતચીતમાં ચીન અને પાકિસ્તાનને લઈને આકરૂ વલણ અપનાવ્યું હતું. એલએસીને લઈને ભારત-અમેરિકાએ ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ચીનને હજી સુધી તેની કળ વળી નથી ત્યાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ એંટોની બ્લિંકને પણ ફોન પર વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પ્રગતિ સાથે જ ક્વાડ અંતર્ગત સહયોગ પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું હતું. જયશંકર અને બ્લિંકન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.

બાઈડને પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર બંને નેતાઓએ ચર્ચા કરી હતી. જયશંકરે ટ્વિટ કરી કહૃાું હતું કે, વાતચીત દરમિયાન મ્યાનમારની સ્થિતિને લઈને પણ વિચારોની આપ લે કરી હતી. તેમણે કહૃાું હતું કે, આજે અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન સાથે વ્યાપાક ચર્ચા થઈ. હિંદ-પ્રશાંત પ્રગતિ અને ક્વાડ સહયોગની સમીક્ષા કરી. મ્યાનમારની સ્થિતિને લઈને પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી. સંપર્કમાં બની રહેવાને લઈને હું ઉત્સાહિત છું તેમ જયશંકરે કહૃાું હતું.

આ અગાઉ પણ જયશંકર અને બ્લિંકન વચ્ચે ૨૯ જાન્યુઆરીને લઈને વાતચીત કરી હતી અને આ દરમિયાન બંને દેશોએ ભારત-અમેરિકી રણનૈતિક ભાગીદારીને વધારે મજબુત કરવાને લઈને વાતચીત કરી હતી.