વિદ્યાર્થીઓની તુલના દ્રૌપદી અને મુખ્યમંત્રીઓની ભગવાન કૃષ્ણ સાથે કરી

  • JEE-NEET પરીક્ષાને લઇ સુબ્રમણ્યમ સ્વામીનું ચોંકાવનારું નિવેદન

    કોરોના કાળમાં નીટ અને જીની પરીક્ષા પર વિવાદ ચાલી રહૃાો છે. કોંગ્રેસ આજે દૃેશભરમાં પ્રદર્શન કરશે જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વિદ્યાર્થીઓની તુલના દ્રૌપદી અને મુખ્યમંત્રીઓની ભગવાન કૃષ્ણ સાથે કરી છે. સાથો સાત પોતાની જાતને વિદૃુર ગણાવ્યા છે. વિદૃૂરે કૌરવોના દરબારમાં દ્રૌપદીના અપમાનનો વિરોધ કર્યો હતો. શુક્રવારે પોતાના ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહૃાું હતું કે ‘આજે નીટ અને જીની પરીક્ષાના મામલામાં વિદ્યાર્થીઓ દ્રૌપદીની જેમ અપમાનિત થઈ રહૃાા છે?
    સીએમ કૃષ્ણની ભૂમિકા ભજવી શકે છે. એક વિદ્યાર્થી તરીકે અને પછી ૬૦ વર્ષ પ્રોફેસર તરીકેના મારા અનુભવો મને કહે છે કે કંઈક ખોટું થઈ રહૃાું છે. મને વિદૃુર જેવું લાગે છે. આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ કહૃાું હતું કે જ્યારે ૧૧ રાજ્યોના મુખ્યમંત્રી નીટ અને જીની પરીક્ષાઓ કરાવતા વિરોધ કરી રહૃાા છે, તો પછી કોર્ટમાં જવાની શું જરૂર છે. શું મુખ્યમંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી.
    દરમ્યાન, કેટલીક રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી કરી રહૃાું છે. આગામી એક કે બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ નીટ અને જી પરીક્ષાને લઇ બુધવારના રોજ ૭ બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠક બોલાવી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહૃાું છે કે તેઓ કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.