વિપક્ષનેતા શ્રી પરેશભાઇ ધાનાણીનાં ધરણા શરૂ થતા જ અટકાયત બાદ મોડેથી છુટકારો

  • કોરોના લેબોરેટરી પ્રશ્ર્ને અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર સામે રવિવારે
  • શ્રી ધાનાણીએ પ્રતિક ધરણા શરૂ કર્યા કે તુરંત પોલીસે અટકાયત કરેલી

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)
અમરેલીમાં કોરોના લેબોરેટરી પ્રશ્ર્ને સિવીલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર સામે વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ધરણા શરૂ કરતા પોલીસે જીપી એક્સ મુજબ અટકાયત કરી કલમ 69 મુજબ મોડેથી મુક્ત કર્યા હતા.અમરેલી જીલ્લામાં હાલમાં કોરોનાના કેસોની દિન પ્રતિદિન સંખ્યામાં વધારો થઇ રહયો છે. ત્યારે કોરોના પોઝીટીવ કેસનો રીપોર્ટ 24 થી 48 કલાકે આવી રહયો છે. ત્યારે વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય શ્રીપરેશભાઇ ધાનાણીએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક કોરોના લેબ શરૂ કરવામાં આવે. તેમજ કોરોના બેડની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ સાથે. અમરેલી સિવિલ હોસ્પિટલના મેદાનમાં રવિવારે સવારે પ્રતિક ધરણા પર બેસેલા પરેશભાઇ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા ટીગાટોળી કરી તેમની અટકાયત કર્યા બાદ મોડેથી મુક્ત કરવામાં આવ્યા હતા.