વિયેનામાં આતંકવાદી હુમલો: છ સ્થળે ગોળીબાર,૭નાં મોત

  • લૉકડાઉનની આગલી રાત્રે આનંદ માણી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર
  • ૧૫થી વધુ લોકો હુમલામાં ઇજાગ્રસ્ત, અમે આતંકવાદથી ડરવાના નથી: સરકારની જાહેરાત
  • ઘાતક હથિયારોથી સજ્જ હુમલાખોરોએ આખુ શહેર બાનમાં લીધુ, નવી દિલ્હીમાં ઑસ્ટ્રિયન એમ્બેસી ૧૧ નવેમ્બર સુધી બંધ

 

ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં છ સ્થળે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા હતા અને ૧૫ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

કોરોના વધવાના પગલે લૉકડાઉન જાહેર કરાયો એના થોડા કલાકો પહેલાં આ હુમલો થયો હતો. હુમલો થયાના કેટલાક કલાકો બાદ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કુર્ઝે કહૃાું હતું કે અમે આતંકવાદથી ડરવાના નથી. અમે વિયેનામાં ધિક્કારપાત્ર આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છીએ. એક આતંકવાદીને ઠાર કરી દેવાયો છે પરંતુ બીજા આતંકવાદી હજુ સક્રિય હતા.

ઓસ્ટ્રિયામાં મુંબઇની જેવા જ આતંકી હુમલા પછી ભારતમાં તેનું દૂતાવાસ ૧૧ નવેમ્બર સુધી બંધ રહેશે. આ જાણકારી ઓસ્ટ્રિયાના દૂતાવાસે આપી છે. સુરક્ષા કારણોના લીધે હાલ આમ કરવામાં આવ્યું છે.

કુર્ઝે વધુમાં કહૃાું કે આતંકવાદીઓ પાસે લેટેસ્ટ શસ્ત્રો હતા. એના પરથી સમજાતું હતું કે એ લોકો કેટલી પૂર્વતૈયારી સાથે આવ્યા હશે. પોલીસે કહૃાું કે સ્થાનિક સમય મુજબ સોમવારે રાત્રે આઠ વાગ્યે હુમલાના પહેલા ખબર અમને મળ્યા હતા. પાટનગરના છ વિસ્તારોમાં ગોળીબાર થયા હતા. એક વિડિયો ક્લીપ વહેતી થઇ હતી જેમાં જોઇ શકાતું હતું કે હુમલાખોર લેટેસ્ટ શસ્ત્ર સાથે સડક પર આડેધડ ગોળીબાર કરી રહૃાો હતો. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નુહોતું.

ચાન્સેલર કુર્ઝે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ હુમલો યહૂદી વિરોધી હોઇ શકે. આ હુમલો એક યહૂદી ધર્મસ્થળ નજીક થયો હતો એટલે એમ માની શકાય કે યહૂદી વિરોધી હુમલો હતો. જો કે હુમલો થયો ત્યારે ધર્મસ્થળ બંધ હતું.

ઓસ્ટ્રિયાના ગૃહ પ્રધાન કાર્લ નેહમરે કહૃાું કે લશ્કરને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે મહત્ત્વનાં સ્થળોનું રક્ષણ કરવા પહોંચી જાય. તેમણે વિયેનાવાસીઓને કહૃાું હતું કે મંગળારે તમારાં બાળકોને સ્કૂલમાં મોકલતા નહીં. તમે પણ અનિવાર્ય કામ સિવાય ઘરમાં રહેજો.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આ આતંકી હુમલાની નીંદૃા કરતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહૃાું કે ભારત વિયેનાની સાથે છે. અને તેમણે પીડિત પરિવારો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી.

આ આતંકવાદી ઘટના એવા સમયે થઈ જ્યારે ઑસ્ટ્રિયામાં કોરોના વાઈરસના સંક્રમણે કાબૂમાં કરવા માટે એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહૃાું હતું. લોકડાઉન લાગૂ થયાની એક રાત પહેલા લોકો આઝાદીનો આનંદ માણી રહૃાાં હતા, ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો હતો.