વિરાટ-અનુષ્કાના ઘરે દીકરી આવશે કે દીકરો, જ્યોતિષે કહૃાું-દીકરી આવશે

ભારતીય ક્રિકેટ ટીના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આગામી વર્ષે જાન્યુઆરીમાં માતા-પિતા બનવાના છે બન્નેએ થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપડેટ કરી આ અંગે ખુલાસો કર્યો હતો. જ્યારે એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી છે જેમા તેમણે કહૃાું છે કે વિરાટના ઘરે દીકરી આવશે કે દીકરો. વિરાટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરતા લખ્યું હતું- જલદી જ અમે ત્રણ થવાના છીએ.
જાન્યુઆરી ૨૦૨૧માં આવશે બેબી! બ્લેક ડ્રેસ પહેરેલી અનુષ્કા શર્માનો બેબી બમ્પ આ તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પેરેન્ટ્સ બનવાની ખબર તો તમે લોકો જાણોછે પરંતુ એક પ્રખ્યાત જ્યોતિષે આ વાતની ભવિષ્યવાણી કરી છે કે વિરુષ્કાને બેબી ગર્લ થશે કે બેબી બોય થશે. તેમણે કહૃાું છે કે છોકરો હોય કે છોકરી, બન્ને સમાન ક્ષમતા વાળા ભગવાનનો ઉપહાર છે. વાસ્તવમાં છોકરીઓ અલગ-અલગ ક્ષેત્રમાં છોકરાઓને પછાડી રહ છે.
વિરાટ અને અનુષ્કાનો ચહેરા અને જ્યોતિષિય ગણનાથી ખબર પડે છે કે તેમની સૌથી વધારે સંભાવના છે કે એક બાળકીની છે. આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પરંતુ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલાથી જ ત્યાં છે. થોડાક દિવસ પહેલા જ એક હોટલમાં કેક કટ કરીને પ્રેગેનેન્સીની ખબરને સેલિબ્રેટ કરી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રાલ આર્ચરનું એક જુનુ ટ્વિટ વાયરલ થઇ રહૃાું છે જે બાદથી તેને લોકો જ્યોતિષી કહેવા લાગ્યા છે. ખરેખર, જોફ્રાએ ૨૦૧૫માં એક ટ્વિટ કરી હતી જેમા તેણે લખ્યું હતું ૫ જાન્યુઆરી,,,જોફ્રાની આ ટ્વિટને લોકો અનુષ્કાની ડિલિવરી ડેટ માની રહૃાા છે.