વિરાટ કોહલીના મસ્તીભર્યા વિડિયા અંગે ઉદ્યોગપતિ હર્ષ ગોયેક્ધાએ રમૂજ કોમેન્ટ કરી

હાલ યુએઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝન ચાલી રહી છે. તમામ આઠ ટીમો પોતાની અડધાથી વધુ મેચો રમીને પ્લેઓફ માટે કમર કરી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે મસ્તીભર્ય મૂડમાં દૃેખાઇ રહૃાો છે. આ વીડિયોમાં કોહલી ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્ટાઇલમાં ડાન્સ કરતો દૃેખાઇ રહૃાો છે. આ વીડિયો પર હવે ઉદ્યોગપતિ હર્ષ ગોયેક્ધાએ કૉમેન્ટ કરી છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોયેક્ધાએ વિરાટ કોહલીને આ વીડિયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે, અને ફની કેપ્શનમાં લખ્યુ છે- જ્યારે તમારા લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ સાથે થઈ જાય છે, ત્યારે ફિલ્ડમાં વોર્મ અપ એક્સરસાઈઝ જોવામાં મજા આવે છે.
ઉલ્લેખનીય છે કે હર્ષ ગોયેક્ધાએ બે વર્ષ માટે આઇપીએલમાં અગાઉ રાઈઝિંગ પુણેને ખરીદી હતી. આ વીડિયોમાં વિરાટ કોહલી વોર્મ એપ સ્ટ્રેચિંગ દરમિયાન દૃેશી સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહૃાો છે. વિરાટ પોતાના ડાન્સની તો મજા લઈ જ રહૃાો છે પણ તેનો આ ડાન્સ જોઈને સાથી ખેલાડીઓ પણ હસી હસીને લોથપોથ થઈ જાય છે. જે બાદ હર્ષ ગોયક્ધાએ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈ એક ફની કેપ્શન લખ્યું હતું.