વિરાટ કોહલી-અનુષ્કા શર્મા દૃુબઈથી અચાનક પહોંચ્યા વૃંદાવન, કારણ જાણી સૌ કોઈ સ્તબ્ધ

મુંબઈ. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર-પતિ વિરાટ કોહલી નવા વર્ષની ઉજવણી કરવા તાજેતરમાં યુએઈમાં હતા. ત્યાંથી કપલ સીધા મથુરા, વૃંદાવન બાબા નીમ કરોલી આશ્રમમાં દર્શન કરવા પહોંચ્યું. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ બાબાને નીમ કરોલીમાં ઘણી શ્રદ્ધા રાખે છે. નવેમ્બર ૨૦૨૨માં પણ તેમણે ઉત્તરાખંડમાં બાબા નીમ કરોલી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં પ્રાર્થના કરી રહેલા અનુષ્કા અને વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તેમના ફેન પેજ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વિરાટ ઓલિવ જેકેટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહૃાો છે. ફેન સાથે પોઝ આપતી વખતે તેણે બ્લેક કેપ પણ પહેરી છે. જ્યારે અનુષ્કાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વાયરલ તસ્વીરોમાં તે વિરાટ સાથે ઉભી જોવા મળી રહી છે અને બ્લેક સ્વેટર પહેર્યું છે.ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, કપલે આશ્રમમાં એક કલાક સુધી મેડિટેશન પણ કર્યું અને બુધવારે સવારે વૃંદાવન પહોંચ્યા. અહેવાલો અનુસાર, તેમણે આશ્રમમાં ધાબળા અને સ્વેટરનું પણ વિતરણ કર્યું હતું. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે હાલમાં જ તેમની દૃુબઈ ટ્રિપની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. વિરાટે પોસ્ટ કરેલી તસવીરોમાં કપલ ડિનર ડેટ પર જતું જોવા મળ્યું હતું. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જ્યારે વિરાટે સફેદ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ પહેલાથી જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જે નેટલિક્સ પર ડાયરેક્ટ-ટુ-ઓટીટી રિલીઝ થશે.