વિરાટ કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી દૃેશવાસીઓને આપી તહેવારોની ભેટ આપી

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટની ચમક ફરી એકવાર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વન-ડેમાં સદી ફટકારવા માટે તલપાપડ રહેતા આ દિગ્ગજ ખેલાડીએ હવે સદીનો ધમધમાટ કર્યો છે. તેણે ગયા વર્ષે બાંગ્લાદૃેશ સામે સદીનો દૃુષ્કાળ ખતમ કર્યા બાદ આ ત્રીજી સદી ફટકારી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી વનડે સીરીઝની છેલ્લી મેચમાં પણ કોહલીનું બેટ ધમાકેદૃાર પરફોર્મ કરી રહૃાું છે. આ જ શ્રેણીમાં કોહલીની આ બીજી સદી છે. અગાઉ પહેલી મેચમાં પણ કોહલીએ શાનદૃાર સદી ફટકારી હતી. શ્રીલંકા સામેની વનડે શ્રેણીની શરૂઆત સદીથી કરનાર વિરાટ કોહલીએ પહેલી મેચમાં પણ સદી ફટકારી હતી. ત્રીજી મેચમાં તેણે ધીમી શરૂઆત કરી અને ૪૯ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી પચાસ રન પૂરા કર્યા. આ પછી તેણે પોતાની ઇનિંગને સ્પીડ સાથે આગળ વધારી અને થોડી જ વારમાં સદી સુધી પહોંચી ગયો હતો. કોહલીની વન-ડેમાં આ ૪૬મી સદી છે. આ સાથે સચિનની ૪૯ વન-ડે સદીના રેકોર્ડની એક્દમ નજીક આવી ગયો છે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી. આ મેચમાં શુભમન ગિલનું પ્રદર્શન પણ શાનદૃાર રહૃાું હતું. તેણે પણ સદી ફટકારી હતી. આ શુભમનની બીજી આંતરરાષ્ટ્રીય સદી હતી. ભારતને શુભમન ગિલના સ્વરૂપે હવે રેગ્યુલર ઓપનર મળી ગયો હોય તેવું લાગી રહૃાું છે. વર્ષ ૨૦૧૯ પછી વિરાટે ૩ વર્ષ સુધી વનડેમાં સદી ફટકારી નહોતી. ગયા વર્ષે તેણે બાંગ્લાદૃેશ સામે સદી ફટકારીને સદીઓના આ દૃુષ્કાળનો અંત લાવ્યો હતો. ચિત્તાગોંગમાં સદી ફટકારીને વિરાટ ભારત પહોંચ્યો અને ગુવાહાટી વનડેમાં સદી ફટકારી દીધી હતી. હવે શ્રીલંકા સામેની આ જ શ્રેણીમાં તેણે બીજી સદી ફટકારી છે. આ વનડેમાં કોહલી પહેલા શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. તેણે ૧૧૬ રનની ઇિંનગ રમી હતી. વિરાટ કોહલીએ ૮૫ બોલમાં સદૃી ફટકારી છે. આ તેની ODI કારકિર્દૃીની ૪૬મી સદી હતી. કોહલીની આ ૭૪મી આંતરરાષ્ટ્રીય સદી હતી. તે જ સમયે, તે આ શ્રેણીની બીજી સદી હતી. કોહલીએ શ્રેણીની પ્રથમ વનડેમાં ૧૧૩ રન બનાવ્યા હતા. છેલ્લી ચાર વનડે ઇનિંગ્સમાં આ તેની ત્રીજી સદી હતી. આ શ્રેણી પહેલા કોહલીએ બાંગ્લાદૃેશ સામેની છેલ્લી વનડેમાં પણ ૧૧૩ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી હવે વિશ્ર્વના ૫ સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ ODI ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે.