વિરાટ કોહલી એ શેર કરી કોચ સાથેની તસવીર અને લખ્યો દિલ જીતનાર મેસેજ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલ યુએઈમાં છે. અહીં તેઓ ઇન્ડિયન પ્રિમિયર લીગ રમવા માટેની પ્રેક્ટિસમાં લાગી ગયા છે. યુએઇથી વિરાટે ટીચર્ચ ડેના અવસર પર પોતાના કોચ રાજકુમાર શર્મા માટે ખાસ સંદૃેશ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર કોચની સાથે તસવીર શેર કરતાં દરેક પાઠ માટે આભાર માન્યો છે.
વિરાટે ટ્વિટર પર લખ્યું હતું કે એક શિક્ષક પોતાની સફરમાં કેટલી અગત્યની શીખ આપે છે. મને મારા કોચ રાજકુમાર શર્મા પાસેથી જે પણ કંઇ શીખવા મળ્યું તેના માટે હંમેશા આભારી રહીશ. એ તમામ શિક્ષકોને શિક્ષકક દિવસની શુભકામનાઓ જેમણે પોતાના શિષ્યોની સફળ યાત્રામાં માર્ગદર્શન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોહલી કોચ રાજકુમારની ખૂબ નજીક છે. તેમણે પોતાના કોચ માટે ૨૦૧૪મા શિક્ષક દિવસ પર સ્કોડા રેપિડ ગિટમાં આપી હતી. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.