વિરાટ કોહલી કેપ્ટન છે અને રહેશે: રહાણેની સ્પષ્ટતા

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક વિજયમાં પોતાની કેપ્ટનશીપથી દિલ જીતનાર અજિંક્ય રહાણેની ચારેકોર પ્રશંસા થઇ રહી હતી ત્યારે પોતાની કેપ્ટનશીપને લઇને અને વિરાટ કોહલીને લઇને પોતાની વાત રજૂ કરી હતી. ખેલાડીએ કહૃાુ કે તેની ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે અને રહેશે.ટીમમાં ઉપ-કેપ્ટન રહેશે. જ્યારે વિરાટ નહોતો ત્યારે ટીમની જવાબદારી લેનાર રહાણે કહે છે ટીમમાં તેનું સ્થાન યોગ્ય જ છે.

૫ ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે રહાણે ફરીથી ટેસ્ટ સિરીઝમાં ઉપ-કેપ્ટન રહેશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ફરી ઉપ-કપ્તાન પદ સંભાળ્યા પછી તેના માટે શું અલગ હશે? રહાણેએ કહૃાું, ‘કોઇ ફર્ક પડ્યો નહીં. વિરાટ ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને રહેશે. હું ઉપ-કેપ્ટન છું. જ્યારે વિરાટ ન હતો અને મારું કામ ત્યારે મને કેપ્ટન્સી આપવામાં આવી હતી. મારૂ કામ હતુ ટીમ ઇન્ડિયાને સફળતા અપાવવી અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ.

વિરાટ કોહલી સાથેના તેના સંબંધ વિશે તેણે કહૃાું કે, ‘હું અને વિરાટ હંમેશાં સારા સંબંધથી જોડાયેલા છીએ. તેણે સમયાંતરે મારી બેટિંગની પ્રશંસા કરી છે. અમે ટીમ માટે ભારત અને વિદેશમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. તે ચોથા નંબર પર અને હું પાંચમાં સ્થાને છુ, તેથી અમારા વચ્ચે ઘણી ભાગીદારી થઇ છે. અમે હંમેશાં એક બીજાની રમતનો આદર કર્યો છે. જ્યારે આપણે ક્રીઝ પર હોઈએ ત્યારે, અમે સતત એકબીજાનું ધ્યાન દોરીએ એક બીજાની રમત પર વાત કરીએ છીએ.

કેપ્ટન તરીકે કોહલી વિશે તેનો અભિપ્રાય પૂછતાં રહાણેએ કહૃાું કે, ‘તે ખૂબ હોંશિયાર કેપ્ટન છે. તે મેદાનમાં સારા નિર્ણયો લે છે. સ્પિનર્સ બોલિંગ કેવી રીતે કરે તે મારા ચુકાદા પર ઘણો વિશ્ર્વાસ કરે છે.