વિરાટ કોહલી બાદ કેએલ રાહુલ ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે

  • પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ કર્યો દાવો

    પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેઓએ કહૃાું કે, વિરાટ કોહલી બાદ કેએલ રાહુલ ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. પોતાના ફેસબુક પેજ એક ફેન્સના સવાલના જવાબમાં આકાશ ચોપડાએ પોતાના મનની વાત શેર કરી હતી. આકાશ ચોપડાને પુછાયું હતું કે આ સિઝન કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટનના રીતે તે કેઅલ રાહુલને કેવી રીતે જુએ છે અને શું તે ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. આ સવાલના જવાબમાં ચોપડાએ કહૃાું કે, મને આશા છે કે તે આ આઈપીએલ સિઝનમાં સારી કેપ્તની છે. તેનાથી અમને તેની કેપ્ટની અંગે આઈડિયા આવી શકે કે તે કેવી રીતે જવાબદારીઓ નિભાવી શકે છે. આકાશ ચોપડાએ આગળ કહૃાું કે,
    જો અમે વિરાટ કોહલી અને રોહિત શર્માને જોઈએ તો તેની ઉંમર લગભગ એક જેવી છે અને એક સમયે કદાચ તમને એવું લાગે કે હવે આ ખેલાડીઓ કેપ્ટનીના લાયક નથી. ક્યારેક ને ક્યારેક તમારે બેંટન પાસ કરવું પડશે, જેમ એમએસ ધોનીએ વિરાટ કોહલી માટે કર્યું હતું, અને કોહલીને પણ કરવું પડશે. તેવામાં કેએલ રાહુલ આગામી કેપ્ટન હોઈ શકે છે. આ માટે આઈપીએલથી ખબર પડશે કે કેએલ રાહુલ કેવો કેપ્ટન છે.
    મને લાગે છે કે તે એક સારો કેપ્ટન સાબિત થશે. આ પહેલાં આકાશ ચોપડાએ કિંગ્સ ઈલેવન પંજાબની આઈડિયલ પ્લેઈંગ ઈલેવનનું સિલેક્શન કર્યું હતું. તેણે આ ટીમમાં ક્રિસ ગેલને જગ્યા આપી નથી અને કેએલ રાહુલની સાથે મયંક અગ્રવાલની ઓપનર તરીકે પસંદગી કરી હતી. આ ઉપરાંત તેણે ૩ સ્પિનરોને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આકાશ ચોપડાની કિંગ્સ ઈલેવન પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, કરુણ નાયર/મંદિપ સિંઘ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્ર્નોઈ, મુજીબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન અને મોહમ્મદ શમી.