વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી દ્વારા અમરેલીના તમામ વોર્ડમાં ભોજન કેન્દ્રો ખોલાયા

શહેરના 11 વોર્ડમાં અલગ અલગ વ્યવસ્થા કરી ખુણે ખુણે ભોજન પહોંચાડયું
અમરેલી, અમરેલી શહેરમાં મેડિકલ સારવાર લેવા બહાર ગામથી આવતા દર્દી ઓ. અને સાથે આવરનાર વ્યક્તિને પણ સહેલાયથી ભોજન મળી શકે તે માટે અમરેલી શહેર ની તમામ હોસ્પિટલ લો માં ભોજન પ્રસાદ ની વેવસ્થા કરતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી

કોરોનાના કહેર અને લોક ડાઉન વચ્ચે આજ જ્યારે ગરીબ. શ્રમ જીવી. હોય કે મધ્યમ વર્ગ કોઈ હર કોઈ માનવી ને પોતાના પેટનો નો ખાડો ભરવો આજે મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અને અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી પોતાના મત વિસ્તાર અમરેલી માં ભુખ્યા ને ભોજન સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે જે માં રોજ અમરેલી વડિયા કુકાવાવ ના 35000 કરતા વધારે લોકો આ ભોજન પ્રસાદ નો લાભ રહ્યા છે અત્યારે આ યજ્ઞ અમરેલી વિધાનસભા વિસ્તાર માટે સંજીવની સાબિત થઈ રહ્યો છે ત્યારે એક વિશેષ સેવા પણ ચાલુ કરી છે અમરેલી શહેર ના દરેક વોર્ડ વાઇજ 11 વોર્ડ માં અલગ અલગ વિસ્તારમાં ભોજન પ્રસાદ સેન્ટર ખોલી માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ થી પરેશભાઈ ધાનાણી ની ટીમ દવારા લોકો ના ઘર ઘર સુધી ભોજન પ્રસાદ પહોંચાડવા માં આવી રહ્યું છે અમરેલી શહેરની તમામ હોસ્પિટલ કે જ્યાં બહાર ગામ થી મેડિકલ સારવાર લેવા આવતા દર્દી ઓ અને તેની સાથે આવનાર કોઈ પણ માણસ ભુખ્યા નો રે તે માટે સ્પેશિયલ હોસ્પિટલ ટિફિન સેવા મારફત પણ ભોજન પ્રસાદ પહોંચાડવા માં આવી રહ્યું છે જે થી કરી બહાર ગામના લોકો ભોજન પ્રસાદ માટે હેરાન ગતિ નો ભોગવવી પડે
પડોશમાં કોઈ ભૂખ્યું ના સુવે તેનો સામુહિક સંકલ્પ” સાથે લોકડાઉન ની સ્થિતિમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા “ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ” ચલાવવામાં આવે છે.