વિલનગીરી પછી હવે ત્રણ ફિલ્મોમાં હીરો બન્યો છે તાહિર

અભિનેતા તાહિર રાજ ભસીને તાજેતરમાં પોતાનો ચોત્રીસમો જન્મ દિવસ ઉજવ્યો હતો. બોલીવૂડમાં હાલમાં તે જે સ્થાન પર છે તેનાથી અત્યંત ખુશ છે. આ ઇન્ડસ્ટ્રીમાં સંપુર્ણ રીતે બહારથી આવેલા તાહિરે પોતાના શાનદાર અભિનયના દમ પર બધાને પોતાના ચાહક બનાવ્યા છે. મર્દૃાની ફિલ્મમાં વિલનગીરી કરી વધુ જાણીતા બનેલા તાહિર પાસે આજે હીરો તરીકે ત્રણ ફિલ્મો હાથ પર છે. તાપસી પાુ સાથે તે લૂપલપેટા, સોનાક્ષી સિન્હા સાથે બુલબુલ તરંગ અને શ્ર્વેતા ત્રિપાઠી સાથે યે કાલી કાલી આંખે નામની ફિલ્મમાં તે મુખ્ય હીરોનો રોલ નિભાવી રહૃાો છે. એટલુ જ નહિ રણવીરસિંહ અભિનીત ફિલ્મ ૮૩માં પણ તાહિરને ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરનો રોલ મળ્યો છે. તાહિરે કહૃાું હતું કે હું લદાખમાં શુટીંગ કરી રહૃાો હતો ત્યારે પહાડ પર ચઢવા માટે અમને ખચ્ચર અથવા એસયુવી ગાડીની સુવિધા અપાઇ હતી. પણ ત્રીજો વિકલ્પ મેં શોધી કાઢ્યો હતો. પીઠ પર સામાન લાદી ટ્રેકીંગ કરીને મંજીલ સુધી પહોંચવાનો. આ વિકલ્પમાં નયનરમ્ય કુદરતી નજારો માણવાનો પણ લ્હાવો મળ્યો હતો.