- બંને દેશોના વિદેશમંત્રીની બેઠકમાં થઇ શકે છે નિર્ણય
ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગની મુલાકાત થઈ શકે છે. એક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવારે બન્ને નેતાઓની વચ્ચે મુલાકાત પર ચર્ચા થશે. મનાઈ રહૃાું છે કે બન્ને દેશોની વચ્ચે મુલાકાત શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં થશે.
વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે રુસ પહોંચ્યા છે. તેમની મુલાકાત તેમના સમકક્ષ વાંગ યી સાથે થવાની છે. બન્ને દેશોના વિદેશના મંત્રીઓની વચ્ચે નિર્ણય થશે કે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનિંપગની મુલાકાત થશે કે નહીં હાલમાં જ રાજનાથસિંહ રશિયાના પ્રવાસે હતા અને એસસીઓ દરમિયાન પોતાના સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી.
ચીને રક્ષા મંત્રી સિંહ સાથે મુલાકાત કરવા આજીજી કરી હતી.ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે રહેલા તણાવનું કારણ અને સત્ય બહું સાફ છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાના ક્ષેત્રને ગુમાવી ન શકે અને ચીની સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ રીતે દ્રઢ, આત્મવિશ્વાસી અને લાયક છે. બન્ને દેશોને ચેરમેન જિનિંપગ અને પીએમ મોદી દ્વારા બનાવાયેલી સમજૂતિ લાગુ કરવી જોઈએ અને વાતચીતથી સમસ્યા ઉકેલવી જોઈએ.