વિવાદ વચ્ચે સચિને ચીની કંપની સાથે કરાર કરતા કૈટે ખોલ્યો મોરચો

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની વિરુદ્ધ કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રડર્સ (કૈટ)એ મોરચો ખોલી દીધો છે. કૈટે કહૃાું છે કે જ્યારે ચીન-ભારતની વચ્ચે એક રીતે કૉલ્ડ વૉર ચાલી રહૃાું છે તેવામાં સચિનનું કોઈ પણ ચીની રોકાણવાળી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનવું સ્પષ્ટ રીતે તેમની વધારેમાં વધારે ધન કમાવવાની લાલચ દર્શાવે છે. કૈટે સચિન તેંડુલકરની સખ્ત ટીકા કરતા કહૃાું છે કે તેમણે દૃેશને આ જવાબ આપવો જોઇએ.
કૈટે એ પણ કહૃાું કે સચિનના આ નિર્ણયથી ના ફક્ત દૃેશભરના વેપારી, પરંતુ ચાહકો પણ અત્યંત નારાજ છે. કૈટે કહૃાું કે અમે આ સંબંધમાં સચિન તેંડુલકરને પત્ર લખીને પોતાનો નિર્ણય બદલવા આગ્રહ કર્યો છે. કૈટના રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહૃાું કે, એક તરફ દૃેશમાં એક મોટી ચીની કંપની ભારતમાં જાસૂસી કરતા પકડાઈ રહી છે, તો બીજી તરફ સચિન તેંડુલકર જે પોતાને ભારતનો દીકરો કહે છે, તેમને ચીની રોકાણવાલી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં કોઈ શરમ નથી.
કૈટે કહૃાું કે, સ્પષ્ટ રીતે આપણા વીર જવાનોનું પણ મોટું અપમાન છે, જે વિપરીત પરિસ્થિતિઓ અને હવામાનમાં દૃેશની સરહદ પર તૈનાત રહીને દૃેશની સુરક્ષામાં લાગ્યા છે. સચિન દૃેશ અને સેનાઓનો ઉત્સાહ નથી વધારતા, પરંતુ વર્તમાનમાં દૃુશ્મન દૃેશના પૈસાથી ચાલી રહેલી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર બનીને કરોડો રૂપિયા કમાવામાં રસ રાખે છે. કૈટે કહૃાું કે, જાહેરાતોમાં આવનારી હસ્તીઓ એક પ્રકારે આપણા યુવાઓ માટે રોલ મૉડલ છે. તેમણે કહૃાું કે, અત્યારે પણ સમય છે જ્યારે દૃેશના લોકોની ભાવનાઓનું સન્માન કરતા સચિને આવી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર ના બનવાની જાહેરાત તરત કરવી જોઇએ.