વિવિધ સળગતા પ્રશ્ર્ને રાજ્યપાલને આવેદન આપતા શ્રી ધાનાણી

ગાંધીનગર, દેશમાં અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. આપણો દેશ દુનિયાની પાંચ ઉત્તમ અર્થવ્યવસ્થા વાળા દેશોમાં સ્થાન ધરાવતો હતો તે સ્થાન ભારત ગુમાવી ચૂકેલ છે. દેશમાં બેરોજગારી અત્યંત વધી રહી છે. બેરોજગારીનો દર 45 વર્ષમાં ટોચ પર છે. ખેડૂતોની હાલત કફોડી છે, નાના ઉદ્યોગકારો અને નાના વેપારી પારાવાર પરેશાની ભોગવે છે, નવજાત શિશુના મોત આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, ત્યારે કથળી ગયેલી આરોગ્ય સેવા, કુપોષણ, નવજાત શિશુના મોત, પાક વિમો, અતિવૃષ્ટિી, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાક નુકશાની સહાય, બેરોજગારી, મોંઘવારી, ઔદ્યોગિક એકમોની ખરાબ સ્થિતિ, તીડનો પ્રકોપતથા સરકારના મળતીયા મારફતે ગુંડાગીરી સહિતના મુદ્દાઓ મહામહિમ રાજ્યપાલશ્રીનું ધ્યાન દોરી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.