વિશ્ર્વની મોટી મોટી કંપનીઓ પોતાની બ્રાન્ડને વધુને વધુ કેમ ચમકાવી શકાય તે ફિરાકમાં

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

ચૈત્ર માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, કાળના અટ્ટહાસ્ય વચ્ચે વિશ્વની મોટી મોટી કંપનીઓ પોતાની બ્રાન્ડને વધુને વધુ કેમ ચમકાવી શકાય તે ફિરાકમાં પડી છે. મોબાઈલ કંપની એપલ તેના આઈ-ફોન 13ના લોન્ચિંગની તૈયારીમાં છે. ગોચર ગ્રહો એવા સંકેત આપે છે કે આ લોન્ચિંગમાં તેને સમય લાગી શકે છે વળી કંપની માટે આઈ-ફોન 13ને પહેલા જેટલીજ સફળતા અપાવવી મુશ્કેલ થશે. ગ્રહો ઉપરાંત આઈ-ફોન 13 માં આવતો અંક 13 એ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે વળી અંક 13 થોડો મુશ્કેલી ભરેલોતો છે જ, માટે આગામી આઈ-ફોન 13 ને માર્કેટમાં ખુબ સારો પ્રતિભાવ અપાવવાનું કામ કપરું સાબિત થશે તે નક્કી છે. આજરોજ બીજું નોરતું છે. બીજા નોરતે માં બ્રહ્મચારિણીની પૂજા સાધના કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે અને માટે જ સાધનામાર્ગે બ્રહ્મચારિણી આરાધનાનું વિશેષ મહત્વ છે.