વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે આઈપીએલ ફાઇનલ: પોલાર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે પોતાના છઠ્ઠા ફાઇનલમાં રમવા ઉતરશે. ટીમની પાસે પાંચમી વખત આ ટાઇટલ જીતવાની તક હશે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત મેળવવાની સાથે મુંબઈ ૫ વખત આ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની શકે છે. ટીમના અનુભવી ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડે ફાઇનલ મેચને વિશ્વકપ બાદ સૌથી મહત્વની ગણાવી છે.
મુંબઈ ઈન્ડિયન્સના એક વીડિયોમાં પોલાર્ડે ફાઇનલ વિશે વાત કરતા તેને આઈસીસી વિશ્વ કપ બાદ સૌથી મોટી મેચ ગણાવી.
પોલાર્ડે કહૃાુ, ફાઇનલમાં હોવ, આ રમતનું નામ દબાવ છે. દરેક દબાવ લે છે. તમે જીતવા ઈચ્છો છો અને ભૂલ કરવા ઈચ્છતા નથી પરંતુ આ બધાને ભૂલીને અંતમાં તમારે ફાઇનલ મેચને કોઈ અન્ય મેચની જેમ લેવાની હોય છે. બસ ત્યાં જાવ, પોતાની મજા લો અને તે માહોલનો આનંદ ઉઠાવો. પોલાર્ડે જણાવ્યું કે, આઈપીએલની ફાઇનલ વિશ્વકપની ફાઇનલની જેમ મોટી છે. આ તેના માટે વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મહત્વની મેચ છે.
તેણે કહૃાું, હા તે તો છે કે આ ફાઇનલમાં દર્શકો હશે નહીં પરંતુ તેની જે અસર છે તેની મજા માણવી છે. આ એક આઈપીએલ ફાઇનલ છે, વિશ્વકપ બાદ આ સૌથી મોટી જીત હોય છે. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માહેલા જયવર્ધનેએ કહૃાુ, આ બસ ક્રિકેટનો વધુ એક મુકાબલો છે. અમે તેના વિશે વધુ વિચારી રહૃાાં નથી. જ્યાં સુધી પોતાના પ્લાન પ્રમાણે ચાલ્યે અને પોતાનું કામ સારી રીતે તરીએ તો આ બસ બોલ અને બેટ તથા રન અને વિકેટની રમત છે. તેથી અમે આ સ્પર્ધાનો આનંદ માણીશું.