- એલન મસ્ક ચૌથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા
વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન નીચે ખસી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિ ઓછી થઈ છે. એલન મસ્ક હવે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે.
બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સ પ્રમાણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૭૮.૮ અબજ ડોલર છે. તેઓ દૃુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ છે. આ ઇન્ડેક્સ પ્રમાણે એમેઝોનના પ્રમુખ જેફ બેજોસ પ્રથમ નંબર પર છે. તેમની કુલ સંપત્તિ ૧૮૮ અબજ ડોલર છે. આ વર્ષે બેજોસની સંપત્તિમાં અત્યાર સુધી આશરે ૭૩ અબજ ડોલરનો વધારો થયો છે.
આ યાદીમાં ૧૨૧ અબજ ડોલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબર પર અને ૯૯ અબજ ડોલરની સાથે માર્ક ઝુકરબર્ગ ત્રીજા સ્થાન પર છે.
છેલ્લા ચાર કારોબારી સત્રમાં રિલાયન્સના શેર સતત ઘટાડા સાથે બંધ થયા હતા. તેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. તેમની સંપત્તિ ૭૮.૮ અબજ ડોલર છે.
આ યાદીમાં ચોથા સ્થાન પર ટેસ્લા અને સ્પેસ-એક્સના સીઈઓ એલન મસ્ક આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ ૮૪.૮ અબજ ડોલરની છે. તેમની સંપત્તિમાં એક દિવસમાં આશરે ૮ અબજ ડોલરનો વધારો થયો છે. સોમવારે વોલ સ્ટ્રીટ પર ટેલ્સાના શેરોમાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ વર્ષે તેમની સંપત્તિમાં ૭.૮ અબજ ડોલરનો વધારો થયો છે. પાંચમાં નંબર પર બર્નાર્ડ ઓર્નોલ્ટ છે, તેમની સંપત્તિ ૮૪.૬ અબજ ડોલર છે.