તા. ૩૧.૧૨.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ પોષ સુદ નોમ, રેવતી નક્ષત્ર, પરિઘ યોગ, તૈતિલ કરણ આજે સવારે ૧૧.૪૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) .
મેષ (અ,લ,ઈ) :દૂર દેશ થી સારા સમાચાર મળે,યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવકમાં વૃદ્ધિ થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથમાં આવે.
સિંહ (મ,ટ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,ધાર્યા કામ પાર પડે.
કન્યા (પ,ઠ,ણ) : દામ્પત્યજીવન માં સારું રહે,અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.
તુલા (ર,ત) : જુના મિત્રોને મળવાનું બને,દિવસ પ્રગતિકારક રહે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન,એકાગ્રતા કેળવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
મકર (ખ,જ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
કુંભ (ગ,સ,શ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,દિવસ શુભ રહે.
મીન (દ,ચ,ઝ,થ): કામકાજ માં સફળતા મળે,તમારા કાર્ય થી તમને સંતોષ થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ ખપ્પરયોગ અને અગ્નિ પંચકની અસર નીચે અનેક અકસ્માત આગજનીની ઘટના સામે આવ્યા વળી અનેક દિગ્ગજ લોકોએ વિદાઈ લીધી જેમાં લેજેન્ડ ફૂટબોલ પ્લેયર પેલેનું નામ શામેલ છે તો એક રોડ અકસ્માતમાં જાણીતા ક્રિકેટ ખેલાડી ઋષભ પંતને સારી એવી ઇજા થવા પામી છે અને આગજનીના અનેક બનાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈને કંબોડીયા સુધી એક પછી એક વિશ્વસ્તરે સામે આવી રહ્યા છે જે તમામ બાબતો અત્રે હું જણાવી ચુક્યો છું. ગોચર ગ્રહોની વાત કરીએ તો વેપાર વાણિજ્યના ગ્રહ બુધ મહારાજ વક્ર ગતિએ ફરી ધનમાં પ્રવેશ કરશે અને પછી અસ્તના થશે જે વ્યાપારજગત માં અને શેર બજારમાં મુવમેન્ટ આપનાર બનશે અને અગત્યની ઘણી બાબતો અટકતી જોવા મળશે વળી વ્યાપાર અને આયાત નિકાસમાં ક્યાંક માયૂસી જોવા મળશે તો મોટા સ્તરે થતા સોદા અટકતા જણાશે ખાસ કરીને બેંકોની બાબતમાં,વીમા ક્ષેત્ર અને ફાઇનાન્સ માં નિરાશા જોવા મળશે વળી મુદ્રાસ્થિતિ પણ કથળતી જોવા મળે. આભાસી મુદ્રા બાબતે પણ કૈક નવી ઘટના સામે આવતી જોવા મળશે. આ સમયમાં વિશ્વના અનેક ધનિકોના સ્થાનમાં ફેરફાર થતો જોવા મળશે અને મસમોટી કંપનીના વેચાણ અને ડીલ પર અસર જોવા મળશે.