વિશ્વભરમાં જે રસીથી ઉત્સાહનો સંચાર થઇ રહૃાો છે તે શેતાનની પાસેથી આવી છે

  • કોરોના વેક્સિન અંગે દ.આફ્રિકાના મુખ્ય ન્યાયાધીશનું વિવાદાસ્પદ નિવેદન

 

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે રસીની રાહ જોવાઇ રહી છે તેની વચ્ચે દક્ષિણ આફ્રિકાના મુખ્ય ન્યાયાધીશ મોગોઇંગ મોગોઇંગ એ રસીને લઇ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું જેમાં તેમણે કહૃાું કે વિશ્વભરમાં જે રસીથી ઉત્સાહનો સંચાર થઇ રહૃાો છે તે ‘શેતાનની પાસેથી આવી છે. આ નિવેદન માટે મુખ્ય ન્યાયાધીશની ખૂબ આલોચના થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહૃાો છે જેમાં ન્યાયાધીશ મોગોંઇંગ એક ગિરજાધરમાં પ્રાર્થના કરતા દેખાય છે અને આ દરમ્યાન તેઓ દાવો કરે છે કે રસી લોકોના DNA ને ખરાબ કરી દેશે. તેમણે પોતાની પ્રાર્થનામાં કહૃાું કે જે તમારી (ઇશ્વર) તરફથી નથી એવી કોઇપણ રસીથી હું મારી જાતને દૂર કરું છું. જો કોઇ રસી છે તો તે શેતાનની તરફથી છે તેનો હેતુ લોકોના જીવનમાં ‘ટ્રિપલ સિક્સ (શેતાનનું ચિહ્ન) લાવવાનું છે અને આ તેમના ડીએનએ ને ખરાબ કરશેપએવી કોઇપણ રસી, હે ઇશ્વર, તેને યીશુ મસીહના નામ પર અગ્નિ નષ્ટ કરી દે.

મોગોઇંગની આ વાતોથી વૈજ્ઞાનિકો અને અન્ય લોકોમાં આગ ભભૂકી ઉઠી છે અને તેમનું કહેવું છે કે મોગોઇંગ જેવા પ્રભાવશાળી વ્યક્તિની તરફથી આ પ્રકારની વાતો રસીની રાહ જોઇ રહેલા લોકોને ભ્રમિત કરી શકે છે.

વિટ્સ યુનિવર્સિટીમાં વાયરોલોજીના પ્રોફેસર બેરી શઉબ એ કહૃાું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમના કદનું કોઇ વ્યક્તિ લોકોને ગુમરાહ કરી રહૃાું છે. કારણ કે આ મહામારીને કાબૂમાં લેવા માટે રસીનો એક હિસ્સો અગત્યનો છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આટલી પ્રભાવશાળી વ્યક્તિ તેને નિયંત્રિત કરવાના પ્રયાસનો વિરોધ કરી રહૃાું છે.

માનવાધિકાર સંગનઠ ‘આફ્રિકા પેલસ્ટીન એ પણ મોગોઇંગના આ નિવેદનની નીંદા કરી છે. તો ન્યાયાધીશે રસી પર તેમની ટિપ્પણીને લઇ થઇ રહેલી આલોચનાને નકારી દીધી અને કહૃાું કે તેમણે પોતાનું મંતવ્ય મૂકયું તે તેમનો અધિકાર છે. આ આઝાદ દેશ છે. મને ચુપ કરાવી શકાશે નહીં. મને પરિણામોની ચિંતા નથી.