વિશ્વમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારત, પાક, શ્રીલંકા અને નેપાળથી પણ પાછળ

  • ડીજીટલ ઈન્ડિયાની વાતો માત્ર સુફિયાણી!
  • ‘ડિજિટલ ઈન્ડિયાની સ્પીડ ૧૦.૬૫ એમબી પ્રતિ સેકન્ડ

    વિશ્વમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતને ૧૩૮માંથી ૧૩૧મો ક્રમ મળ્યો હતો. અહેવાલ પ્રમાણે ભારત કરતાં તો પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. ઓકલાના સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં જણાયું હતું કે ભારતમાં માત્ર ૧૦.૬૫ એમબીપીએસની સ્પીડ છે, જ્યારે દૃુનિયાની એવરેજ ૩૫ એમબીપીએસ છે.
    સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં ૧૩૮ દૃેશોના મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ માપીને રેક્ધ અપાયો હતો. ૧૩૮માંથી ભારતને ૧૩૧મો ક્રમ મળ્યો હતો. ‘ડિજિટલ ઈન્ડિયાની સ્પીડ ૧૦.૬૫ એમબી પ્રતિ સેકન્ડ હતી. દૃુનિયામાં સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ ૩૫ મેગા બાઈટ પર સેકન્ડ નોંધાઈ હતી. ભારત કરતાં પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ ૧૩.૦૮ એમબીપીએસ હતી અને પાકિસ્તાનને ૧૧૮મો ક્રમ મળ્યો હતો. શ્રીલંકાને ૨૨ એમબીપીએસની સ્પીડ સાથે ૮૩મો નંબર મળ્યો હતો. નેપાળ ભારત કરતા એક ક્રમ આગળ રહૃાું હતું. નેપાળમાં ૧૦.૭૮ એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી.
    ત્યારે બીજી તરફ આ મામલે વિશ્વનાં આ દૃેશે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમાં સાઉથ કોરિયાનું નામ આવે છે. સાઉથ કોરિયામાં ૧૨૧ એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયા ૬૬.૪૫ એમબીપીએસની સ્પીડ સાથે બીજા નંબરે હતું. સાઉથ કોરિયામાં બીજા ક્રમના ઓસ્ટ્રેલિયા કરતાં બમણી ઝડપ આવે છે. કતાર, નોર્વે અને યુએઈ મોબાઈલ ઈન્ટરનેટની બાબતે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહૃાા હતા. અમેરિકાનો સમાવેશ ટોપ-૧૦માં થયો ન હતો. ૩૬.૨૩ એમબીપીએસની સ્પીડ સાથે અમેરિકાને ૩૫મો રેક્ધ અપાયો હતો. પાછલા રેક્ધ્સમાં ભારતની આસપાસ કંબોડિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ, જોર્ડન જેવા દૃેશોના નામ હતા. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે દરરોજ સરેરાશ સસ્તા ડેટા આપવાની બાબતમાં ભારત આગળ પડતું છે. ભારતમાં મહિને સરેરાશ ૫૦થી ૬૦ જીબી મોબાઈલ ઈન્ટરનેટ ડેટા ગ્રાહકને મળે છે, પરંતુ એ પૂરૂં કરવા જેટલી સ્પીડ અવેલેબલ નથી.