વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરતું જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી

  • જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિઓને બિરદાવતા માહિતી નિયામક

અમરેલી,
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડી.એસ.ટી.,ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રેરિત ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દવારા એવમ માહિતી નિયામકશ્રી સુમિત ગોહીલની અધક્ષતામાં તથા શ્રી સંજયભાઈ રામાણી,સભ્યશ્રી,નગરપાલિકા અમરેલીની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ ઓઝોન દિવસને આત્મનિર્ભર ભારત પરિકલ્પના સાકાર કરતા બાળકોએ નાવિન્યતમ ભરી વિવિધ પ્રવૃતિઓ પ્રદાન કરી પર્યાવરણ સૂત્રો સાથે આકાશમાં ગુજકોસ્ટ-ઓઝોન બલુન્સ ઉડાડી પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સુંદર સંદેશ પ્રદાન કરેલ. ક્રીએટીવ ડ્રોઇગ્સ સાથે ઈનોવેટીવ મધુબની આર્ટ ના સુંદર ચિત્રો તૈયાર કરી પ્રદર્શની યોજાઈ હતી.