વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર: મોદી

  • વિશ્વભારતી યુનિ.ના શતાબ્દિ સમારોહને વડાપ્રધાને સંબોધિત કર્યું
  • વિશ્વ ભારતીના ૧૦૦ વર્ષ પૂરા થવા તે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે, ટાગોરના ચિંતન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે વિશ્વભારતી,આત્મનિર્ભર અભિયાન એ ભારતના વિશ્વકલ્યાણનો માર્ગ

     

     

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સ દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહને સંબોધન કર્યું હતું. મોદીએ કહૃાું હતું કે વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.

મોદીએ કહૃાું હતું- આ સંસ્થાને જે લોકોએ આ ઊંચાઈ પર પહોંચાડી છે તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ દ્વારા આજે ભારત પર્યાવરણીય સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહૃાું છે. ભારત એકમાત્ર એવો દેશ છે, જે પેરિસ એકોર્ડ હેઠળ યોગ્ય માર્ગ પર આગળ વધી રહૃાો છે.

સ્વતંત્રતા આંદોલનનો પાયો ઘણા સમય પહેલાં નાખવામાં આવ્યો હતો. આઝાદીના આંદોલન પહેલાંથી ચાલતાં અનેક આંદોલનોથી ઊર્જા મળી. ભક્તિયુગમાં ભારતના દરેક ક્ષેત્રમાં સંતો, મહંતોએ દેશની ચેતના માટે અવિરત પ્રયાસ કર્યા.

વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનનો પ્રવાહ ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ મોખરે હતો અને આ પ્રવાહ અંતર્મુખી નહોતો, એ ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ બનાવતો ન હતો. તેમનું વિઝન એ હતું કે ભારતમાં જે સર્વશ્રેષ્ઠ છે તેનો વિશ્વને ફાયદો થવો જોઈએ અને વિશ્વમાં જે સારું છે ભારત એમાંથી પણ શીખે.

તમારી યુનિવર્સિટીનું નામ જ જુઓ- વિશ્વભારતી. મા ભારતી અને વિશ્વ સાથે સંકલન. વિશ્વભારતી માટે ગુરુદેવનું વિઝન એ આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ વિશ્વકલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ પણ છે. આ અભિયાન ભારતના સશક્તીકરણની ઝુંબેશ છે, ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે.