અમરેલી,
કોરોના કાળ દરમિયાન મીટર ગેઇજ રેલ્વે બંધ કરી દીધા બાદ લાંબો સમય વિત્યો છતા ટ્રેન શરૂ ન કરાતા વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સે જુનાગઢ અમરેલી, ગીર સોમનાથ સહિતની મીટર ગેઇજ રેલ્વે પ્રશ્ર્ને અગાઉ રજુઆત કરી 30મી નવેમ્બરની મુદત આપી હતી પણ રેલ્વે તંત્રએ આંદોલનકારો સાથે કોઇ વાટાઘાટો કે પ્રયાસો ન કરાતા અગાઉ જાણ કર્યા મુજબ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને 18 તાલુકાના રેલ્વે પ્રશ્ર્ને ઉકેલ લાવવા આજે
વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે ચેબર ઓફ કોમર્સના અગ્રણીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનના મંડાણ થનાર છે. મીટર ગેઇજ ટ્રેન બંધ હોવાના કારણે વિસાવદર, બીલખા, અમરેલી, ધારી, ચલાલા, ઉના, દેલવાડા વગેરેના ગ્રામજનો અને વેપારીઓ, નોકરીયાતો સહિત પારાવાર હાલાકી ભોગવી રહયા છે. તેથી રેલ્વે સેવા શરૂ કરવી જરૂરી છે. જો કે રેલ્વે મીટર ગેઇજ લાઇન શરૂ થઇ ગયાની વાતો ગાજી રહી છે પણ આંદોલનકારીઓને સાચી સ્થિતી વાકેફ કરવામાં આવેલ નથી. વાટાઘાટો સમાધાન માટે પણ કોઇ પ્રયાસો થયા નથી તેથી પ્રજામાં કચવાટ પ્રવર્તી રહયો છે.