અમરેલી,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને વીજકર્મીઓના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, આ પ્રસંગે સૌનું ઉત્સાહ વર્ધન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વર્ષે જી 20 માટે “વન અર્થ, વન ફેમિલી”નો મંત્ર આપ્યો હતો. તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજકર્મીઓએ કરેલી કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્ય ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકતાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો અને 70 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા, પરંતુ આપણા વીજકર્મીઓએ દિવસ-રાત જોયા વિના માત્ર 72 કલાકના રેકોર્ડબ્રેક સમયમાં વીજપુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો. આ પ્રસંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ શ્રી વાસણભાઇ આહિર, કાર્યકારી પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યા, સિનિયર સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઈ પટેલ, સેક્રેટરી જનરલ શ્રી બિપીનભાઈ શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ કર્મચારીઓ વતી રાજ્ય સરકાર, મુખ્યમંત્રીશ્રી અને ઊર્જા મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજ્યના વીજ કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા