વીમા કંપની,શેરબજાર, આયાત નિકાસ અને વ્યાપાર માટે  મધ્યમ

તા  ૨૨.૧.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ પોષ વદ ચોથ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, શોભન  યોગ, કૌલવ  કરણ આજે સાંજે ૪.૪૮ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ).
મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–આર્થિક ફ્રોડ થવાના કેસમાં ઘણો ઉછાળો આવે
અગાઉ લખ્યા મુજબ અસ્તના બુધની અસર તળે શેરબજાર નીચું ઉતર્યું છે. બુધનો ઉદય ૨૯ જાન્યુઆરીના થવાનો છે માટે ત્યાં સુધીનો સમય વીમા કંપની,શેર બજાર, આયાત નિકાસ અને વ્યાપાર માટે  મધ્યમ ગણી શકાય. આ ઉપરાંત અત્રે અગાઉ લખ્યા મુજબ ઓનલાઇન એપ્લિકેશન દવારા છેતરપિંડીના કેઈસ વધશે એ મુજબ મોબાઈલ એપ દ્વારા ૮૪ કરોડની છેતરપિંડી થવા પામી છે હાલના ગોચર મુજબ ઓનલાઇન એપ પર કઈ પણ કરતા પહેલા પુરી માહિતી મેળવી લેવી ખુબ જરૂરી બને છે વળી ઇનામ કે સારા વળતર કે અન્ય લાલચમાં આવી પૈસા ના ગુમાવવા સલાહ છે. હાલના ગોચર ભ્રમણમાં આર્થિક ફ્રોડ થવાના કેસમાં ઘણો ઉછાળો આવતો જોવા મળે. નવા વ્યાપારિક સાહસો કરવા આ મહિનાના અંત પછી હિતાવહ રહેશે કેમકે ત્યારે બુધનો ઉદય થશે અને શુક્ર માર્ગી થશે. મંગળના ધનમાં આવતા અને સૂર્ય શનિ યુતિ  સાથે રશિયા અને યુક્રેન વચ્ચે તનાતની વધી છે તો એવી જ ઘટના ભારત અને ચીન વચ્ચે બની રહી છે જે વિષે અત્રે હું જણાવી ચુક્યો છું. સૂર્ય શનિ યુતિ વિશેના લેખ પછી આપના તરફથી ઘણા ફોન અને મેસેજ પ્રાપ્ત થયા અને મોટા ભાગના મિત્રોને સૂર્ય શનિ યુતિના પરિણામો કન્ફર્મ પણ કર્યા. આપ સર્વેના સહયોગથી જ્યોતિષશાસ્ત્રમાં સંશોધન શક્ય બને છે. અમારા  જ્યોતિષ સંશોધનમાં આપ સર્વેનો ડેટા ખુબ કામ લાગે છે. જ્યોતિષ વિષયક લેખ અને વિડિઓ માટે આપ અમને ફેસબૂક,યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છે તથા તમને મુંજવતા પ્રશ્નો પણ મોકલી શકો છો.