બોલિવૂડમાં ઓળખ બનાવ્યા પછી હોલીવુડમાં પણ પોતાની ખ્યાતિ સ્થાપિત કરનારી પ્રિયંકા ચોપડા હવે નેટલિક્સમાં પણ પોતાનો હાથ અજમાવવાની તૈયારીમાં છે. ક્વિિંટકો ગર્લ પ્રિયંકા ચોપડા નેટલિક્સની સુપરહિરો સિરીઝ, વી કેન બી હીરોઝમાં જોવા મળશે.
ફિલ્મ વિવેચક તરણ આદૃર્શે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. આ ફિલ્મનું નિર્દૃેશન સ્પાય કિડ્સના ડિરેક્ટર રોબર્ટ રોડ્રિગુએજ દ્વારા કરવામાં આવશે. આ પહેલા અભિનેત્રી ’ધ રોક’ સાથે ફિલ્મ ’બેવૉચ’ માં જોવા મળી હતી. તાજેતરમાં પ્રિયંકાની ’ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દૃર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
પ્રિયંકા ચોપડાની આ આગામી ફિલ્મ અંગે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. અભિનેત્રીને તેના દૃેખાવ અને સારી સ્ટાઇલ માટે પસંદૃ કરવામાં આવી છે. તાજેતરમાં જ એક પ્રિયંકા ચોપડા ’બ્યૂટીકોન ફેસ્ટિવલ લોસ એન્જલસ ૨૦૧૯’ માં ભાગ બની હતી. આ સમય દૃરમિયાન જ્યારે એક પાકિસ્તાની મહિલાએ તેને પર નિશાન સાધ્યું હતું, ત્યારે અભિનેત્રીએ તેને યોગ્ય જવાબ પણ આપ્યો. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં ફિલ્મ ’ધ સ્કાય ઇઝ િંપક’ માં જોવા મળશે.