વુમન ક્રિકેટ: ભારતીય મહિલા ટીમ આવતા મહિને દ.આફ્રિકાના પ્રવાસે જાય તેવી શક્યતા

૧૨ મહિનાના લાંબા અંતરાલ બાદ હવે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકા સામે રમતી જોવા મળી શકે છે. બન્ને દેશ વચ્ચે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ સાતમી માર્ચથી શરૂ થવાની સંભાવના છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે આ સિરીઝ બાયો-બબલમાં લખનઉ અથવા તો કાનપુરમાં રમાઈ શકે છે. આ સિરીઝ માટે ૨૨ ખેલાડીઓની ટીમ પણ પસંદ કરવામાં આવી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના જણાવ્યા મુજબ તેમની ટીમની કોરોના-ટેસ્ટ થઈ ચૂકી છે અને તે ગમે ત્યારે ભારત રવાના થવા તૈયાર છે. બન્ને ટીમને પહેલા ૬ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને સિરીઝની તૈયારી કરવા માટે અઠવાડિયાનો સમય મળી રહેશે.