વેક્સિન ક્યારે આવશે તેના સમય અંગે કંઇ કહી ન શકાય: મોદિ

  • કોરોના બેકાબુ : વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી
  • દેશમાં વેક્સિન ક્યારે આવશે તે સરકાર નહીં વૈજ્ઞાનિકો જ નક્કી કરી શકશે, દેશમાં કોરોનાનો ચોથો તબક્કો, આ સ્થિતિ લાંબી ચાલશે, લોકો માનવા લાગ્યા છે કે કોરોના નબળો પડ્યો પરંતુ આ સમયે બેદરકારી ન દાખવો
    વેક્સિન અંગે કેટલાક લોકો રાજનીતિ કરી રહૃાા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય, રેપિડની સાથે RT-PCR ટેસ્ટ વધારવા જરૂરી
    બેઠકમાં દિૃલ્હી, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી સામેલ હતા
    કોરોના અંગે હમારી કસ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા તેવી સ્થિતિ નહીં આવવા દઇએ: મોદિ

ન્યુ દિલ્હી,
આખા દેશમાં કોરોના મહામારી બેકાબૂ થઇ ગઇ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદિ પણ એક્શન મોડમાં આવી ગયા છે અને વડાપ્રધાન મોદિએ આજે ૨ જુદિ-જુદિ વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમા તેઓએ પહેલા દેશના ૭ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી જેમા પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મહામારી અને તેની વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશનની સ્ટ્રેટેજી પર ચર્ચા કરી હતી.
કોરોનાની સ્થિતિ અંગે આઠ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ સ્પષ્ટ કરી દિધુ હતુ કે વેક્સિન એટલે કે કોરોનાની રસી ક્યારે આવશે તેના અંગે કશું કહી શકાય. કેટલાક લોકો વેક્સિન અંગે રાજકારણ રમે છે, રાજકારણ કરતાં કોઈને રોકી ન શકાય. વેક્સીન વૈજ્ઞાનિકોના હાથમાં છે.
હમારી કસ્તી વહા ડૂબી જહાં પાની કમ થા, એમ કહેવાની સાથે વડાપ્રધાન મોદિએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈના મોરચે આ સ્થિતિ નહીં આવવા દઈએ. કોરોના આવ્યો ત્યારે તેને લઈને ઘણો ડર હતો. પણ હવે તેના અંગે તેટલો ડર નથી, તેનો ડર ભલે ન હોય, પરંતુ તેના અંગે સાવચેતી જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત સહિત દેશના આઠ રાજ્યો સાથેના મુખ્યપ્રધાનો સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના ચોથો તબક્કો ચાલી રહૃાો છે. આ સ્થિતિ હજી લાંબી ચાલશે, તેથી લોકોએ કોરોના જતો રહૃાો છે તેમ માની અસાવધ થવાની જરૂર નથી. રેપિડ એન્ટિજન ટેસ્ટની સાથે હવે દૈનિક ધોરણે આરટી-પીસીઆર ટેસ્ટ પણ વધારવા જરૂરી છે. જો લોકો સાવચેત ન રહૃાા તો ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી શકે છે, જે સ્થિતિ હાલમાં તહેવારો પછી જોવા મળી રહી છે. આમ છતાં પણ આપણી સ્થિતિ અન્ય દેશો કરતાં વધારે સારી છે.
કોરોના વેક્સિન અંગે મોદિએ જણાવ્યું હતું કે કોરોનાની રસીના મોરચે અનેક સમાચાર આવી રહૃાા છે, પણ કોરોનાની રસી ક્યારે આવશે તે વૈજ્ઞાનિકો નક્કી કરશે, તેની િંકમત કેટલી હશે, તેના કેટલા ડોઝ લેવા પડશે તેના અંગે હજી સુધી કશું જ નક્કી થયું નથી. કોઈ કોરોનાની રસીને લઈને રાજકારણ કરે તો અમે તેને રોકી ન શકીએ. આ હાથ મારા અને તમારા હાથની વાત નથી. વૈજ્ઞાનિક પ્રક્રિયાને આધીન છે. તેમણે લોકોને કોરોના માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવા કહૃાુ હતુ. તેમણે કહૃાું હતું કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સારો છે.
ભારત સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને રાજ્યોને પણ તેની માહિતી આપી રહી છે. કેટલાય લોકોએ હવે કોરોના થાય તો તેની બીમારી છૂપાવે છે, આવું ન થવુ જોઈએ. કોરોનાના મોરચે લોકોએ જરા પણ બેદરકારી દૃાખવવી ન જોઈએ. કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ઘણી ખરાબ છે. આ સમયે બધાએ એકબીજા સાથે સહયોગ સાધવો જરૂરી છે. રાજ્યોને કોરોના સામે લડવા સહાય પેટે બે-બે હજાર કરોડની રકમ આપવામાં આવી છે.