વેક્સિન માટે તડામારા તૈયારી શરૂ : અમદાવાદમાં વેક્સિનના સંગ્રહ માટેના ફ્રિઝ આવ્યા

 

અમદાવાદ,

કોરોનાની આવનાર વેક્સિને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં ૨૦થી ૨૫ લાખ ડોઝ રાખી શકાય તેવી કેપેસિટી છે. અમદાવાદના રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં વેક્સિન  રાખવામાં આવે તેમજ વેક્સિન રાખવા માટેના ડીપ ફ્રીઝ પણ પીએચસી  સેન્ટર પર પોંહચાડવામાં આવ્યા છે. તેમજ નવા ૫૦ આઇ.એલ.આર ફિઝ રીઝિયનલ સ્ટોર પર લાવવામાં આવ્યા છે.

અમદાવાદ રિઝનલ કોલ સ્ટોરેજમાંથી આણંદ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં સપ્લાય કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યના પીએચસી પર વેક્સીન રાખવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીપ ફ્રીઝ પણ પીએચસીમાં પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે પીએચસીની મુલાકાત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરુણ બાબુએ લીધી છે. તેમના દ્વારા આ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચન આપવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યના ૨.૭૫ લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે. વેકસીન આવશે ત્યારે જે લીસ્ટ તૈયાર કરાયું છે. તે ૨.૭૫ લાખ લોકોને પહેલા રસી અપાશે. જેમાં ૭૫૦૦ હેલ્થકેર વર્કર્સની યાદી પણ તૈયાર કરી લેવાઈ છે.

તેમજ સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કર્સનો યાદીમાં સમાવેશ કરાયો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સનું લિસ્ટ પણ હાલ તૈયાર કરવામાં આવી રહૃાું છે. તેમજ લોકોના સીધા સંપર્કમાં આવતા ફ્રન્ટલાઈન વોરિયર્સની યાદૃીમાં સમાવેશ કરાયો છે.