વેક્સીન વિના પણ કોરોના પર કાબૂ મેળવી શકાય છે:WHO

  • જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉન કરશે મદદ: WHO
  • દર્દીને કોરોનાથી રાહત મેળવવામાં લાગશે એક મહિનાનો સમય

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે યૂરોપ અને દુનિયાના અન્ય દેશ વેક્સીન વિના પણ કોરોના પર કાબૂ મેળવી શકે છે. સ્થાનિક રીતે લોકડાઉન કરીને તેને કાબૂમાં લઈ શકાશે. હુંના યૂરોપના નિર્દૃેશકે કહૃાું કે તેમને લાગતું નથી કે રાષ્ટ્રિય સ્તરે લોકડાઉન સફળ રહે છે. પણ સંક્રમણ ફેલાવવાનો ખતરો વધારે રહે છે ત્યાં તેની જરૂર વધારે હોય છે. હું ના યૂરોપના પ્રાદેશિક નિર્દૃેશક હૈન્સ ક્લૂગે કહૃાું કે જ્યારે મહામારી પર વિજય પામીશું ત્યારે જરૂરી નથી કે તે વેક્સીનથી જ શક્ય છે. એવું ત્યારે થશે જ્યારે આપણે મહામારીની સાથે રહેવાનું શીખીશું અને આપણે એવું કરી પણ શકીએ છીએ.આ સિવાય તેઓએ કહૃાું કે શું આવનારા મહીનામાં સંક્રમણની સેકંડ વેવથી બચવા માટે ફરીથી મોટા પાયે લોકડાઉન લગાવવું પડી શકે છે.

તેઓએ કહૃાું કે મને આશા છે કે તેની જરૂર નહીં પડે પણ સ્થાનિક સ્તરે લાગનારા લોકડાઉનની શક્યતાની સંભાવનાને હટાવી શકાશે નહીં. ઈટાલીના વૈજ્ઞાનિકોએ કહૃાું કે કોરોના સંક્રમિત દર્દીને વાયરસને દૂર કરવામાં એકથી એક મહિનો લાગે છે. આ માટે પોઝિટિવ આવ્યા બાદ એક મહિના બાદ જ ફરીથી ટેસ્ટ કરાવવો જોઈએ. તેઓએ કહૃાું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એેક ખોટું થાય છે. ઈટાલીના મોડેના એન્ડ રેજિયો એમિલિયા યૂનિવર્સિટીના ડો. ફ્રાંસિસ્કો વેંતુરેલી અને તેમના સાથીઓએ ૧૧૬૨ દર્દીઓ પર સર્વે કર્યો છે. તેમાં કોરોના દર્દીઓના ફરી વાર ટેસ્ટિંગ ૧૫ દિવસ બાદ,

ત્રીજી વાર ૧૪ દિવસ બાદ અને ચોથી વખત ૯ દિવસની કરાઈ છે. તેમાં ખ્યાલ આવ્યો છે કે પહેલાં જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે ફરીથી પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે પાંચ લોકોના નેગેટિવ ટેસ્ટમાં એકનું રિઝલ્ટ ખોટું હતું. રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે ૫૦ વર્ષ સુધીના લોકોના ૩૫ દિવસ અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને સાજા કરવામાં ૩૮ દિવસ લાગ્યા હતા. નેપાલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું કે રાજધાની કાઠમાંડૂ સહિત ૧૨ જિલ્લામાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. આ ૧૨ જિલ્લામાં ૭૩ ટકા એક્ટિવ કેસ છે. આ જિલ્લા મોરાંગ, સુનસરી, ધનુસા, મહોતરી, પરસા, બારા, રોતહત, સરલહી, કાઠમાંડૂ, લલિતપુર, ચિતવ અને રૂપનદેહી છે. આ દરેક હોટસ્પોટ બની ચૂક્યા છે. નેપાલમાં અત્યારસુધીમાં ૪૦ હજાર ૫૨૯ લોકો સંક્રમિત થયા છે અને ૨૩૯ લોકોના મોત થયા છે.