વેટિંગ:ગૌહર ખાન ’કુબૂલ હૈ’ બોલતા સમયે ભાવુક થઈને રડી પડી

ગૌહર ખાને ૨૫ ડિસેમ્બરના રોજ જૈદ દરબાર સાથે મુંબઈમાં આઈટીસી મરાઠા લક્ઝરી હોટલમાં નિકાહ કર્યા હતા. નિકાહની થીમ વ્હાઈટ હતી. ગૌહર-જૈદ તથા મોટા ભાગના મહેમાનો વ્હાઈટ શૅડના આઉટફિટમાં જોવા મળ્યા હતા. નિકાહ દરમિયાન ’કુબૂલ હૈ’ બોલતા સમયે ગૌહર એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. ગૌહરે વ્હાઈટ શરારા સૂટ પહેર્યો હતો, જ્યારે જૈદ વ્હાઈટ બંધગળા શેરવાનીમાં જોવા મળ્યો હતો.
ગૌહર ખાને શરારાની સાથે ગ્રીન ચોકર તથા રાણી હાર પહેર્યો હતો અને સાથે ટીકો પણ હતો. કોરોનાને કારણે ગૌહર-જૈદના નિકાહમાં માત્ર પરિવારના નિકટના સભ્યો તથા મિત્રો હાજર રહૃાા હતા. બંનેના લગ્નની તસવીરો તથા વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ગૌહર ખાન એક્ટ્રેસ તથા મોડલ છે. જૈદની વાત કરીએ તો તે ઈસ્માઈલ દરબારનો દીકરો છે. તે એક્ટર, ડાન્સર તથા કન્ટેન્ટ ક્રિએટર છે. જૈદ ગૌહર કરતાં ૧૧ વર્ષ નાનો છે. પોતાના રિલેશનશિપને ઑફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયાં હતાં.