વેન્ચ્યુરા કંપનીનું નવુ ટુ સીટર પ્લેન સુરતથી અમરેલી પહોંચ્યું

  • અમરેલી સુરત વચ્ચે હવાઇ સેવામાં વધારો
  • પ્લેનમાં પ્રથમ મુસાફરી કંપનીના માલીક સવજીભાઇ ધોળકીયાએ કરી

અમરેલી,
અમરેલી જિલ્લાના લોકોને હવાઇ સેવા મળી રહે તે માટે કેટલાક સમયથી આર્થિક નુકશાન વેઠીને પણ સુરતથી અમરેલી ભાવનગર વચ્ચે હવાઇ સેવા કાર્યરત રાખનાર વેન્ચ્યુરા કંપનીએ નવુ ટુ સીટર પ્લેનની ખરીદી કરી તેની પ્રથમ ઉડાન સુરતથી અમરેલી વચ્ચે કરી હતી આ તકે સૌ પ્રથમ કંપનીના માલીક સવજીભાઇ ધોળકીયા અને તેમના પુત્ર દ્રવ્ય ધોળકીયાએ ટુ સીટર સેવાનો લાભ લઇ સુરતથી અમરેલી ભાવનગર માટે ખુલ્લી મુકી હતી ભાવનગરમાં પણ ઉદઘાટન કરાયુ હતુ વેંન્ચ્યુરા કંપનીનું નવુ પ્લેન અમરેલી એરપોર્ટ પર લેન્ડીંગ થનાર હોવાના સમાચાર મળતા લોકો એરપોર્ટ દોડી ગયા હતા આ તકે હવાઇ સેવામાં વધારો થતા લોકોએ કંપનીના માલીક સવજીભાઇ ધોળકીયાને અભિનંદન પાઠવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી આર્થિક નુકશાન વેઠીને પણ સુરતથી અમરેલી ભાવનગર વચ્ચે હવાઇ સેવા કાર્યરત રાખનાર વેન્ચ્યુરા કંપનીએ વધુ સારી સુવિધા આપી છે.