વેપારીઓમાં ફફડાટ મુંબઈમાં કોરોનાને કારણે હીરાદલાલની મૃત્યુ

કોરોના વાઈરસને કારણે મૃત્યુ થતાં અને મસાલા માર્કેટના એક વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મુંબઈના પિમી પરામાં રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ૫૫ વર્ષના હીરાદલાલનું સ્વાસ્થ્ય લથડતાં તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું. તબીબી તપાસમાં હીરાદલાલ કોરોના વાઈરસ પોઝિટિવ હોવાનું જણાયું હતું. કોરોનાને કારણે હીરાદલાલના મૃત્યુને પગલે હીરાવેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એ સિવાય તેમના સંપર્કમાં રહેલા હીરાદલાલ અને કારીગરો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.વેપારીઓએ સાવચેતી ખાતર ઝુંબેશ હાથ ધરી છે. દરેક વ્યકિતએ નાની ડાયરી રાખવી જોઈએ અને રોજેરોજ તેમને મળતી ઓળખીતી-અજાણી વ્યકિતની નોંધ ડાયરીમાં કરવી જોઈએ.જેથી ભવિષ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાં આવેલી વ્યકિતઓને ઓળખ શકે.